રાજકોટ : ડી-માર્ટની બદામમાંથી નીકળી જીવાત, જોઈને ચીતરી ચઢે તેવો વીડિયો ગ્રાહકે કર્યો વાયરલ

ફરી એકવાર ખાદ્યપદાર્થને લઈને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે આ વખતે આ વીડિયો રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલા D Mart શોપિંગ મોલનો છે. ડ્રાયફ્રુટના પેકેટમાં ફરી રહેલી જીવાતનો વીડિયો વાઈરલ થયો છે. સસ્તુ અને સારૂ ખાવાની લાલચે તમારી તબિયત સાથે ચેડા કરતા પહેલા ચેતજો. દિવાળીમાં ઘરમાં ખુશીઓ આવે તેની જગ્યાએ જીવાત ન આવે તેનું ધ્યાન રાખજો.

ગોંડલ રોડના D Mart નો વીડિયો વાઈરલ થતા મોલમાં એક ઉપર એક ફ્રીના ચક્કરમાં વસ્તુઓ લેવા જતા લોકોએ ખરેખર ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે. બજાર કરતા સસ્તી બદામને નામે ફૂગ અને જીવાતવાળી બદામ D માર્ટમાં વેચાઈ રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ચકચાર મચાવી રહ્યો છે.

D Mart માં વેચાતી પ્રોડક્ટ સામે સવાલ

D Mart માંથી ખરીદેલી બાદમમાંથી જીવાત નિકળી છે. વીડિયોમાં બદામના પેકેટમાં જીવાત દેખાઇ રહી છે એટલુ જ નહીં પરંતુ બદાનમાં પેકેટમાં જીવાતની સાથે સાથે કરચો પણ દેખાઈ રહ્યો છે. વળી બદામને ફૂગ પણ વળી છે. D Mart માં વેચાતી પ્રોડક્ટ સામે સવાલ ઉભા થયા છે.

500 ગ્રામના પેકેટમાં ફૂગ અને જીવાત

ગ્રાહકે વીડિયો વાઈલ કરીને ડી-માર્ટની પોલ ખોલી છે. વીડિયોમાં ગ્રાહકે D Mart નું બિલ પણ બતાવ્યું હતુ. ગ્રાહકે ડી-માર્ટમાંથી 399 રૂપિયામાં બદામનું પેકેટ ખરીદ્યુ હતુ. બદામના 500 ગ્રામના પેકેટમાંથી બદામનું પેકેટ નિકળી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો