LIVE: ઓડિશાના દરીયા કિનારે પ્રચંડ વેગે વાવાઝોડું ‘યાસ’ ત્રાટક્યું, 120 KMPHની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે; જુઓ વીડિયો
યાસ ચક્રવાત ઓડિશાના ભદ્રક જિલ્લામાં ત્રાટક્યો છે. અહીંયા 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. હવામાન વિભાગે(IMD) પણ આ વાતની પુષ્ટી કરી છે. IMDના જણાવ્યા અનુસાર સવારે 9 વાગ્યાથી ચક્રવાતી વાવાઝોડું ફૂંકાવવાનું શરૂ થયું હતું. બંગાળ અને ઓડિશાના મોટાભાગના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ઓડિશાના ચાંદિપુર અને બાલાસોર જિલ્લામાં વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. પશ્ચિમ બંગાળના કોલકાતા અને દક્ષિણ 24 પરગણામાં વાવાઝોડું આવ્યું છે, તથા મુશળધાર વરસાદ પણ વરસી રહ્યો છે.
યાસ ચક્રવાત બપોરના સમયે ઓડિશાના પારાદીપ અને સાગર આઇલેન્ડ વચ્ચેથી પસાર થશે. ચક્રવાતે કારણે બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, તમિલનાડુ અને કર્નાટકમાં ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ પણ કરવામાં આવ્યા છે. ઓડિશા અને બંગાળના મોટાભાગના પ્રદેશોમાં મંગળવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
તોફાનના લેન્ડફોલ થવાની પ્રક્રિયા શરૂ
યાસ ચક્રવાતથી પ્રભાવિત પ્રદેશોની સહાયતા કરવા માટે નેવીનું INS જહાજ ચિક્કામાં રાહત સામગ્રી લઇને ઓડિશાના ખોરદા જિલ્લામાં પહોંચ્યું.
#WATCH | Odisha: Strong winds and heavy rain hit Dhamra in Bhadrak district as #CycloneYaas nears landfall.
IMD says that the ‘very severe cyclonic storm’ is expected to make landfall by noon today with wind speed of 130-140 kmph gusting up to 155 kmph. pic.twitter.com/fveRV5Xfqb
— ANI (@ANI) May 26, 2021
ઓડિશાના 6 જિલ્લાઓ હાઇરિસ્ક પર
પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આપત્તિ રાહત ટીમો તૈનાત છે. એરફોર્સ અને નેવીએ તેમના કેટલાક હેલિકોપ્ટર અને બોટને પણ રાહત કાર્ય માટે તૈયાર રાખી છે. તોફાનને કારણે ઓડિશાના છ જિલ્લાઓને ઉચ્ચ જોખમ ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યા છે. આમાં બાલાસોર, ભદ્રક, કેન્દ્રપરા, જગતસિંગપુર, મયુરભંજ અને કેઓંઝારનો સમાવેશ થાય છે.
#WATCH Odisha | Chandipur, Balasore witnesses heavy rainfall & strong winds.#CycloneYaas over northwest Bay of Bengal, about 40 km east of Dhamra (Odisha), 90 km south-southwest of Digha (West Bengal) & 90 km south-southeast of Balasore (Odisha), as per IMD update at 6:45 am. pic.twitter.com/vlYUFSZjUA
— ANI (@ANI) May 26, 2021
165 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કિનારાના પ્રદેશોમાં ટક્કર મારતા પહેલા યાસ ખૂબ જોખમી હોઈ શકે છે. આ સમય દરમિયાન પવન 165 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી શકે છે અને દરિયાના મોજા 2 મીટરથી 4.5 મીટર સુધી ઊંચા ઉછળી શકે છે. પશ્ચિમ બંગાળના કોલકાતા, હાવડા અને હુગલી પણ 70-80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર અને દક્ષિણ 24 પરગણામાં 90 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ફૂંકાવવાની સંભાવના છે. પવનની ગતિ પણ 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.
Rain and gusty winds hit Odisha's Bhadrak district; visuals from Dhamara coastal area #CycloneYaas pic.twitter.com/A63Sn3iCvZ
— ANI (@ANI) May 26, 2021
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત બપોર સુધીમાં આકરો સ્વરૂપ લઈ શકે છે. પૂર્વ-મધ્ય બંગાળના અખાતમાંથી ઉદ્ભવેલું આ વાવાઝોડું ઉત્તરની સાથે ઉત્તર પશ્ચિમ દિશામાં વધુ ઝડપે આગળ વધી રહ્યું છે. ઓડિશાના બાસુદેવપુરમાં આશરે 400 લોકોને આશ્રયસ્થાનમાં ખસેડવામાં આવ્યા છે.
#WATCH | Odisha: Water from the sea floods the residential areas in Dhamra of Bhadrak district.
The landfall process of #CycloneYaas is continuing. It will take around 3 hours to complete. It is 30 km south-southeast of Balasore at 9:30 am, as per IMD's update. pic.twitter.com/j6JMo2f3sa
— ANI (@ANI) May 26, 2021
કોલકાતા એરપોર્ટ બંધ
ચેતવણી બાદ બુધવારે સવારે સાડા આઠ વાગ્યાથી સાડા સાત વાગ્યા સુધી કોલકાતા એરપોર્ટ પર કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત, ભારતીય રેલવેએ 29 મે સુધી દક્ષિણથી કોલકાતા સુધી 38 માર્ગો પર દોડતી લાંબા અંતરની ટ્રેનોને રદ કરી દીધી છે. તે જ સમયે, પૂર્વી રેલવેએ માલદા-બાલુરઘાટ પેસેન્જર ટ્રેનને પણ 26 અને 27 મે સુધી રદ કરી દીધી છે. તોફાનની ગતિને ધ્યાનમાં રાખીને, રેલવે સ્ટેશનો પર રેલવેના પાટા સાથે ટ્રેનોને લોખંડની ચેનથી બાંધી દેવામાં આવી છે, જેથી કોઈ અકસ્માત ન સર્જાય.
#WATCH | West Bengal: Turbulent sea and strong winds witnessed in Digha of Purba Medinipur district.
At 9.30 am #CycloneYaas is about 30 km south-southeast of Balasore (Odisha). Current intensity of the storm is 130-140 kmph, as per IMD. pic.twitter.com/HLSmtsA1c2
— ANI (@ANI) May 26, 2021
ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળના શંકરપુર-દિખા બીચ પર દરિયાની સપાટી વધી છે. હવામાનમાં પરિવર્તન સાથે ભારે વરસાદની સંભાવના છે. કેટલાક સ્થળોએ વરસાદ શરૂ પણ થઇ ગયો છે. કોલકાતામાં સેનાની 9 બચાવ ટીમોને તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર અને દક્ષિણના 24 પરગણાની સાથે પુરૂલિયા, ઝારગ્રામ, બીરભૂમ, બર્ધમાન, પશ્ચિમ મિદનાપુર, હાવડા, હુગલી, નાડિયામાં 17 ટીમો તૈનાત કરવામાં આવી છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે 11.2 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. વાવાઝોડાની અસરથી હલીશહેરમાં 40 હજારથી વધુ મકાનોને નુકસાન પહોંચ્યું છે. આ દરમિયાન 4-5 લોકો ઘાયલ પણ થયા હતા. છુછુરામાં લગભગ સમાન સંખ્યામાં મકાનોને નુકસાન પહોંચ્યું હતું, જ્યારે પાંડુઆમાં વીજળી પડવાના કારણે બે લોકોનાં મોત નીપજ્યાં હતાં. રાજ્યના રાજ્યપાલ જગદીપ ધનખડ કોલકાતાના અલીપુરમાં હવામાન કચેરીએ પહોંચ્યા હતા. અહીં તેમણે ચક્રવાત સાથે વ્યવહાર કરવા માટે ઉપલબ્ધ સાધનોની સમીક્ષા કરી હતી.
હવામાન વિભાગે બિહારમાં આગામી 2-3 દિવસ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 27 અને 28 મેના રોજ અહીં ભારે વરસાદની સંભાવના છે. તે જ સમયે, ઝારખંડમાં યાસ તોફાન અંગે રેડ ચેતવણી જારી કરવામાં આવી છે. 2-3 દિવસ ભારે વરસાદ સાથે રાજ્યના દક્ષિણ અને મધ્ય વિસ્તારોમાં વાવાઝોડાં સાથે મુશળધાર વરસાદ વરસી શકે છે. પૂર્વ સિંઘભૂમ અને રાંચી જિલ્લામાં પણ એનડીઆરએફ ટીમો તૈનાત કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

