વાવાઝોડું તાઉ-તે આવતીકાલે વહેલી સવારે ગુજરાત છોડશે, અમદાવાદથી ઉત્તર ગુજરાત થઈ રાજસ્થાન તરફ જઈ શકે છે

ઉનાથી એન્ટર થયેલું વાવાઝોડું ગઈકાલ રાતથી ગુજરાતને ઘમરોળી રહ્યું છે, જે આજે પણ અમદાવાદ અને ઉત્તર ગુજરાત થઈને કાલ સવાર સુધી રાજસ્થાન પહોંચે પછી અસર ઓછી થવાની શક્યતા છે. જો કે આ દરમિયાન 100 કિમીની ઝડપે પવનની સાથે ભારે વરસાદ પણ પડી શકે છે.

મહેસૂલ સચિવે કહ્યું વાવાઝોડું ધીમું પડી રહ્યું છે

રાજ્યના મહેસુલ સચિવ પંકજકુમારે સ્ટેટ કંટ્રોલ રૂમમાંથી માહિતી આપતા જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રે ગુજરાતમાં પ્રવેશેલું વાવાઝોડું ધીમું પડી રહ્યું છે, ગઈકાલે 160ની ગતિએ ત્રાટકેલા વાવાઝોડાની સ્પીડ હવે 100ની થઈ ગઈ છે. આ વાવાઝોડું બપોર સુધી અમદાવાદ થઈ ને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, પરિણામે આ વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે, આજે મધરાત બાદ કે કાલે વહેલી સવાર પછી વાવાઝોડું ગુજરાત છોડી રાજસ્થાન ભણી જઈ શકે તેમ છે.

ભાવનગરમાં પાવરકટથી હતો છતાં જનરેટરથી હોસ્પિટલ સમસ્યા ન આવી

ગુજરાતના દરિયા કિનારે ગઈકાલ રાતથી શરૂ થયેલા વાવાઝોડા દરમિયાન ભાવનગરની એક હોસ્પિટલમાં પાવર કટના કારણે ઓક્સિજન પ્લાન્ટમાં સમસ્યા સર્જાઈ હતી. જ્યારે જામનગરથી ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં ઓક્સિજન પહોંચાડવા માટે બનાવેલા કોરિડોરમાં કોઈ સમસ્યા થઈ ન હતી, વાવાઝોડાના કારણે અન્ય 16 હોસ્પિટલમાં પણ પાવર કટ થયો હતો, પરંતુ ત્યાં જનરેટર હોવાથી કોઈ સમસ્યા સર્જાય નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો