લાલબત્તી સમાન કિસ્સો! અમદાવાદમાં યુવતીએ સ્ટુડિયોમાં મોબાઈલ નંબર આપ્યો અને પછી મુકાઈ મુશ્કેલીમાં

અમદાવાદઃ મોબાઈલ ફોનનો (mobile phone) ઉપયોગ કરતી યુવતીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશ માં આવ્યો છે. જો તમે તમારો મોબાઈલ નંબર કોઈ અજાણ્યા લોકો ને આપશો તો જિંદગીભર પસ્તાવાનો વખત આવશે. આવો જ એક કિસ્સો અમદાવાદ સાયબર ક્રાઇમમાં (Ahmedabad cyber crime) નોંધાયો છે. આરોપીએ યુવતીના મોબાઈલ નંબર (Girl mobile number) પર ન્યૂડ ફોટો મોકલી આપ્યો છે.

યુવતીઓ માટે પોતાનો મોબાઈલ નંબર અજાણ્યા લોકો ને આપવો એ પણ મુસીબત ભર્યું બની રહ્યું છે. અને આવો જ એક કડવો અનુભવ દાણીલીમડા ખાતે રહેતી એક યુવતીને થયો. યુવતી ફોટો સ્ટુડિયોમાં એક ફોટો ફ્રેમ લેવા ગઈ હતી ત્યારે યુવતીને એક ફોટો વાળું કિચન ગમ્યું હતું. જે કિચન બનાવવા માટે ફરિયાદી એ ઓર્ડર આપ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જે ઓર્ડર તૈયાર થઈ જતા ફરિયાદીએ સ્ટુડિયોના માલિક એ આપેલ મોબાઈલ નંબર પર રૂપિયા ફોન પે કર્યા હતા. જેનો સ્ક્રીન શોટસ પણ ફરિયાદીના દીકરીએ આ મોબાઈલ નંબર પર મોકલી આપ્યો હતો.

ઓ કે સ્ટુડિયોના માલિકે યુવતીનો નંબર મેળવી યુવતી સાથે સંપર્ક કરી તેની પાસેથી ઓનલાઇન રૂપિયા મેળવ્યા બાદ પોતાનો ન્યૂડ ફોટો યુવતીને મોકલ્યો હતો. જેના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી આરોપી હનીફ શેખની ધરપકડ કરી છે. અને ગુનામાં વપરાયેલ મોબાઈલ કબ્જે કર્યો છે.

ઉપરાંત આરોપી એ અન્ય કોઈ યુવતીઓ સાથે આવું બિભસ્ત વર્તન કર્યું છે કે કેમ તે જાણવા તપાસ હાથ ધરી છે. આ મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચના acpનું કેહવું છે કે ફરિયાદીએ ફરિયાદ આપી હતી કે તેમની પુત્રી ને આવી રીતે બીભત્સ ફોટો મોકલવા માં આવ્યા છે ને જે બાદ અમે તરત કાર્યવાહી કરી આરોપીને પકડી પાડેલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો