અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો: પ્રેમ સંબંધ તૂટતાં પ્રેમમાં પાગલ યુવતીએ કર્યું જોરદાર કારસ્તાન, પછી ભારે પસ્તાઈ

અત્યાર સુધી તમે પ્રેમમાં પાગલ યુવકનું કારસ્તાન જોયું હશે પરંતુ અમદાવાદની એક યુવતીએ તેના બોયફ્રેન્ડ (BoyFriend) સાથે પ્રેમ સંબંધ તૂટી જતાં એવું કારસ્તાન કર્યું કે પોલીસ સ્ટેશનના (Police station) ધક્કા ખાતી થઈ ગઈ છે. જોકે બીજી તરફ આ કિસ્સો સોશિયલ મીડિયાનો (social media) ઉપયોગ કરનારા લોકો માટે ચેતવણીરૂપ પણ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મળતી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક સમયની વાત કરીએ તો બદલાતી ટેકનોલોજી નો સાથે સાથે હવે લોકો પણ હાઇ ટેક બની રહ્યા છે. અને હવે સોશ્યલ મીડિયા તરફ વળી રહ્યા છે. જો કે કેટલાક લોકો સોશ્યલ મીડિયા નો ઉપયોગ બેફામ રીતે દુરુપયોગ કરું રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

હવે લોકો સામજિક દુશ્મની કે એક તરફી પ્રેમમાં પણ બદલો લેવા માટે સોશ્યલ મીડિયાનો સહારો લઇ રહ્યા હોય તેવા અનેક બનાવો સામે આવ્યા છે. અમદાવાદ માં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુવતીએ તેના એક્સ બોયફ્રેન્ડની મંગેતરના ન્યૂડ ફોટો વાયરલ કરી દેતા પોલીસે યુવતીની ધરપકડ કરી છે.

આરોપીની પૂછપરછમાં એ માહિતી બહાર આવી છે કે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી એ યુવતીના ફિયાંસ સાથે આરોપી યુવતીને પ્રેમ સંબંધ હતો. જોકે બંનેના પરિવારજનોને જાણ થતાં આ પ્રેમ સંબંધ તૂટી ગયો હતો. અને આરોપી યુવતી ના એક્સ બોયફ્રેન્ડ એ સગાઈ કરી લીધી હતી.

જેથી યુવતી એ તેનો બદલો લેવાનું નક્કી કર્યું હતું. અને યુવતી પાસે તેના બોયફ્રેન્ડનો ઇન્સ્ટાગ્રામ આઈડી અને પાસવર્ડ હતો. જેથી તેણે ઇન્સ્ટાગ્રામ ના ચેટ માંથી તેની મંગેતર ના ન્યૂડ ફોટો મેળવી લીધા હતા. અને ફેક આઇ ડી બનાવી ને તે વાયરલ કરી દીધા હતા.

જો કે આ બાબત ની જાણ ફરિયાદી ને થતાં તેણે સાયબર ક્રાઇમ માં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરી આરોપી ની ધરપકડ કરી છે. જો કે આ રીતે વિશ્વાસ માં આવી ને સોશ્યલ મીડિયા ના આઇ ડી પાસવર્ડ કોઈને આપવા ક્યારેક નુકસાન પહોંચાડી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો