અમદાવાદમાં સામે આવ્યો ચેતવણીરૂપ કિસ્સો! ઓનલાઈન રૂ.5000નું કરિયાણું ખરીદ્યા બાદ મહિલાએ કરી એક ભૂલ અને રૂ.49,000 ગુમાવ્યા

અમદાવાદ શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં (cyber crime police station) એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક મહિલાએ જણાવ્યું છે કે તે ઓનલાઈન કરિયાણું ખરીદવા (Buy groceries online) ગઈ ત્યારે તે ઠગાઈનો ભોગ (fraud with woman) બની હતી. માત્ર ભૂલ તેની એટલી જ હતી કે તેમણે ગૂગલ પર કસ્ટમર કેર નંબર (Customer care number on Google) શોધ્યો હતો.

ગુગલ પર સૌથી વધારે સર્ચ થયેલી માહિતી સૌ પ્રથમ દેખાતી હોય છે પણ તે સર્ચ એન્જીન ઓપટીમાઇઝેશન કહેવાય છે. એટલે કે જે વધુ સર્ચ થાય તે પહેલા બતાવવામાં આવે પણ તે પ્રમાણિત કરેલી માહિતી કે લિંક છે કે નહીં તે સહુ કોઈએ ધ્યાન રાખવું જોઈએ. આ મહિલાએ 5 હજારની ખરીદીની સામે 49 હજાર રૂપિયા ગુમાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અમદાવાદના નારોલમાં રહેતા 25 વર્ષીય અનામીકા બહેન પીપલજ રોડ પરની એક્સપોર્ટ કંપનીમાં એક્સપોર્ટ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવે છે. ગત ઓગસ્ટ માસમાં તેઓએ રાત્રે ગ્રોફર નામની એપ્લિકેશનથી રૂ.5623 નું કરિયાણું ઓનલાઈન ગૂગલ પે થી ઓર્ડર કર્યું હતું.

ચાર દિવસ બાદ આ એપ્લિકેશનમાં જોયું તો ઓર્ડર ડિલિવર થઈ ગયો હોવાનું બતાવ્યું હતું જોકે તેઓને કોઈ સામાન મળ્યો ન હતો. જેથી ગૂગલમાં ગ્રોફરનો કસ્ટમર કેર નંબર સર્ચ કરતા એક નંબર મળ્યો હતો. આ નંબર પર ફોન કરતા હિન્દી ભાષી વ્યક્તિએ ફોન ઉપાડી તેમના સિનિયર વાત કરશે તેમ જણાવ્યું હતું.

બાદમાં એક વ્યક્તિનો ફોન આવ્યો અને તેણે જણાવ્યું કે એરર આવવાના કારણે સામાન ડિલિવર બતાવે છે પણ તે ઓર્ડર કેન્સલ થયેલ છે. આ વ્યક્તિએ રિફંડ મેળવવા માટે એક લિંક આવશે તેમાં જણાવ્યા મુજબ પ્રોસેસ કરવાનું કહેતા એસએમએસ માં જે લિંક હતી તેમાં જરૂર મુજબની વિગતો આ મહિલાએ ભરી હતી.

બાદમાં any desk નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવતા જ આ મહિલાના ખાતામાંથી બે અલગ અલગ ટ્રાન્ઝેક્શન થયા હતાં ને કુલ 49,998 રૂપિયા ઊપડી ગયા હતા. સમગ્ર મામલે સાયબર ક્રાઇમનો સંપર્ક કરી અરજી આપતા હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો