‘ઓરત હી ઓરત કી દુશ્મન હોતી હે,’ આ કહેવત સુરત શહેરમાં સાચી ઠરી, ડાન્સ ટીચરને રેપની ધમકી, પિતરાઈ બહેનની ધરપકડ

‘ઓરત હી ઓરત કી દુશ્મન હોતી હે’ હિંદીની આ કહેવત સુરત શહેરમાં સાચી ઠરી છે જ્યાં મહિલાને સોશિયલ મીડિયામાં જુદી જુદી આઇડી પરથી તસવીરો અપલોડ કરી અને બળાત્કાર સુધીની ધમકી આપવાના મામલે તેની પિતરાઈ બહેનની ધરપકડ કરવામાં આવી છે. સુરતના (Surat) કતારગામમાં (Katargam) રહેતી અને ડાન્સ ક્લાસીસ ચલાવતી (Dance Classed) શિક્ષિકાના (Teacher) છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં (Social media) ફોટા અપલોડ કરવામાં આવતા હતા. જોકે જે આઈડી પરથી ફોટા અપલોડ (picture) થતા હતા તેના પર ડાન્સ ટીચર દ્વારા દ્વારા આવું ન કરવાનું કહેતા આ આઈડી દ્વારા ડાન્સ ટ્રેનરને અપહરણ અને બળાત્કાર કરવાની ધમકી આપવામાં આવતા શિક્ષિકા એ આ મામલે ફરિયાદ નોંધાવી છે. જોકે, ધમકી આપનાર અન્ય કોઈ નહિ પણ તેની પિતરાઈ બહેન હોવાનું સામે આવ્યુ છે.

સુરતના કતારગામ ખાતે રહેતી અને ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે કામ કરવા સાથે પોતે ડાન્સ ક્લાસીસ ચલાવતી મહિલાને છેલ્લા કેટલાક સમયથી તેના પર સોશિયલ મીડિયામાં અલગ લાગે આઈડી થી તેના ફોટા આવતા જોવા મળતા હતા.

જોકે છેલ્લા બે મહિલાથી અલગ અલગ આઈડી પર તેના ફોટા અપલોડ કરવામાં આવતા હતા. પહેલાં તો આ શિક્ષિકાએ આ વાતને સામાન્ય લીધી પણ સતત થતી હેરાનગતીને લઈને એક દિવસ તેણે જે આઈડી પરથી તેના ફોટા અપલોડ થતા હતા તે આઈડી પર મેસેજ કરીને આવું ન કરવા માટે જણાવ્યું હતું.

જોકે સામેથી મેસેજ આવ્યો કે તારું અપહરણ કરી તારા પર બળાત્કાર કરવામાં આવશે જેને લઈને આ મહિલા શિક્ષિકા આ મામલે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસે આ મામલે IP એડ્રેસના આધારે મુંબઈ વિલે પાર્લે ખાતેથી ડિમ્પી સેલર નામની મહિલાની ધરપકડ કરી હતી.

જોકે ડિમ્પી મુંબઈમાં જર્નાલિઝ્મનો કોર્સ કરે છે. જે સુરતની યુવતી ની પિતરાઈ બહેન છે. સુરતની યુવતી દેખાવડી છે, શિક્ષિકા છે અને ક્લાસિકલ ડાન્સર છે તેના કારણે સમાજ-પરિવારમાં પ્રશંસા થતી હતી. તેથી ડિમ્પીને ઇર્ષાથી આ કૃત્ય કર્યું હતું. ડિમ્પીએ પોલીસને કહ્યું કે,મારી જાણ બહાર કોઈએ આ કૃત્ય કર્યું હશે મે નથી કર્યું. જોકે પોલીસે આ મહિલા વિરુદ્ધ કાયદેસરની કર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો