બેંક સાથે જોડાયેલા ગ્રાહકોના આ 10 અધિકાર, જે જાણવા તમારા માટે છે ખુબ જ જરૂરી

ઘણાં લોકોની એવી ફરિયાદ હોય છે કે બેંકમાં એકાઉન્ટ ઓપન કરવામાં ઘણી મુશ્કેલી થાય છે અથવા તો એકાઉન્ટ ઓપન થઈ ગયા પછી પણ અમુક બાબતો વિશે જાણકારી ન હોવાથી પરેશાની થાય છે, પણ ગ્રાહકોને બેંકની બેસ્ટ સુવિધાઓ મળે તે માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ બેન્કિંગ કોડ્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ બોર્ડ ઓફ ઈન્ડિયા (BCSBI)એ ગ્રાહકો માટે કેટલાક અધિકાર બનાવ્યા છે જેના વિશે આજે અમે અહીં જણાવીશું.

જો કોઈપણ બેંક અધિકારી તમને કારણ વિના પરેશાન કરે અથવા તો સર્વિસ ન આપે ત્યારે તમે અહીં જણાવેલાં અધિકારોનો ઉપયોગ કરીને તેની સામે ફરિયાદ કરી શકો છો. સંબંધિત અધિકારીએ તમારી ફરિયાદ નિયત સમયની અંદર સોલ્વ કરવી પડશે. સાથે જ તમને ફરિયાદની એક રિસીવિંગ કોપી પણ આપવી પડશે. જાણી લો બેંકમાં મળતાં કેટલાક અધિકારો વિશે.

એકાઉન્ટ ઓપન કરવાનો અધિકાર
બીએસબીડી (BCBD) એટલે બેસિક અથવા સ્મોલ એકાઉન્ટ ઓપન કરાવવું દરેક વ્યક્તિનો અધિકાર છે. એક ફોટો અને બેંકમાં ખાતુ ખોલવા માટેના ફોર્મ પર સિગ્નેચર કરીને અથવા તો અંગૂઠો લગાવીને પણ એકાઉન્ટ ઓપન કરી શકાય છે. આ ખાતામાં લેવડ-દેવડની લિમિટ હોય છે. જોકે કોઈપણ બેંક માત્ર પર્મનન્ટ એડ્રેસ પ્રૂફ ન હોવા પર દેશમાં કોઈપણ જગ્યાએ રહેતાં નાગરિકનો બેંક એકાઉન્ટ ઓપન કરવાની ના પાડી શકે નહીં.

વિશેષ શરતોની જાણકારી મેળવવાનો અધિકાર
બેંકોએ ડિપોઝિટ ખાતાઓની વિશેષ શરતોની જાણકારી ગ્રાહકોને ખાતુ ખોલાવતી વખતે આપવી જોઈએ. આ ગ્રાહકનો અધિકાર છે. જો બેંક આવું ન કરે તો તમે ફરિયાદ કરી શકો છો.

ઝીરો બેલેન્સ પર પણ ખાતુ બંધ કરી શકે નહીં
બીએસબીડી ખાતાઓમાં બેલેન્સ ઝીરો થઈ જાય તો પણ બેંક ખાતુ બંધ કરી શકે નહીં.

મફતમાં એકાઉન્ટ ફરીથી શરૂ કરો
બેંક એકાઉન્ટને ફરીથી શરૂ કરવા માટે બેંક તમારી પાસેથી કોઈ ફી લઈ શકે નહીં. જો લે તો તે ખોટું છે.

ફાટેલી અને જૂની નોટ બદલવા
જો તમને ક્યાંકથી ફાટેલી અથવા જૂની નોટ મળી જાય તો તમે કોઈપણ બેંકની શાખામાં જઈને તે નોટ બદલાવી શકો છો. બેંક નોટ બદલવા માટે ના પાડી શકે નહીં.

ફરિયાદ કરવાનો અધિકાર
જો તમે બેંકની કોઈપણ સેવાથી સંતુષ્ટ ન હોવ, તો તમે બેંકના શાખા અધિકારી અથવા ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી શકો છો. આ સિવાય જો કોઈ કર્મચારી તમારી સાથે અભદ્ર ભાષામાં વાત કરે તો પણ તમે ફરિયાદ કરી શકો છે. દરેક બેંક શાખામાં ફરિયાદ સાંભળતા અધિકારીનું નામ અને સરનામું લખ્યું છે. સાથે જ અધિકારીએ તમને ફરિયાદની એક રિસીવિંગ કોપી પણ આપવી પડશે.

વૃદ્ધ અને વિકલાંગને એક જ વિન્ડો પર બધી જ સર્વિસ
બેંકો માટે વૃદ્ધ અને વિકલાંગને એક જ વિન્ડો પર બધી જ સુવિધાઓ આપવી આવશ્યક છે.

ફંડ ટ્રાન્સફર કરવાનો અધિકાર
કોઈપણ વ્યક્તિ કોઈપણ બેંકમાંથી નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) દ્વારા અન્ય બેંક ખાતામાં 50,000 રૂપિયા જમા કરાવી શકે છે. તેના માટે જરૂરી નથી કે સંબંધિત બેંકમાં વ્યક્તિનું ખાતું હોય.

ચેક કલેક્શનમાં વિલંબ થવા પર વળતર

ચેક કલેક્શનમાં બેંક તરફથી નિર્ધારિત સમયથી વધુ સમય લાગવા પર ગ્રાહકોને વળતર મેળવવાનો અધિકાર છે. વળતરની રકમ સામાન્ય વ્યાજદર મુજબ ચૂકવવામાં આવશે.

સિક્યોરિટી પાછી લેવાનો અધિકાર

જો ગ્રાહકે કોઈ બેંક પાસેથી લોન લીધી છે, જેના માટે સિક્યોરિટી આપી છે તો સંપૂર્ણ લોન ચૂકવ્યા બાદ 15 દિવસની અંદર સિક્યોરિટી પાછી મેળવવાનો અધિકાર હોય છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો