હૉટલોના કિચન બહાર હવે ‘NO Entry’નું બોર્ડ નહીં લગાવી શકાય, કોઈ પણ વ્યક્તિ સ્વચ્છતાની તપાસ કરી શકશે

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે હોટેલ-રેસ્ટોરાંના રસોડામાં ગ્રાહકો સ્વચ્છતાની ચકાસણી કરી શકે એ માટે તેમને બેરોકટોક પ્રવેશની મંજૂરીનો નિયમ જાહેર કર્યો છે. ગુરુવારે જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં હોટલો, રેસ્ટોરાં અને કેન્ટીનના રસોડાની બહાર લગાવેલ ‘નો એડમિશન વિધાઉટ પરમિશન’ ના પાટિયા હટાવી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. પરિપત્ર મુજબ ગ્રાહકો સ્વચ્છતા ચકાસી શકે એ માટે હોટેલ-રેસ્ટોરાં માલિકોએ રસોડામાં કાચની બારી રાખવી પડશે અથવા દરવાજો મૂકવો પડશે. આ જોગવાઈનો ભંગ કરનાર રેસ્ટોરાં માલિકોને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થશે. જો કે હોટેલ-રેસ્ટોરાં માલિકોને રસોડામાં કાચની બારી કે દરવાજો નાખવા માટે બે અઠવાડિયા સુધીનો સમય આપવામાં આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી. કોશિયાએ જણાવ્યું હતું કે હોટેલ-રેસ્ટોરામાં ગ્રાહકોને શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસાય એ માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. કોશિયાએ ઉમેર્યું કે, આ અંગે નાગરિકો પોતાની  ફરિયાદો જિલ્લા કક્ષાએ ડેઝીગ્નેટેડ ઓફિસર તથા ફૂડ સેફટી અધિકારીને કરી શકશે.

પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે…

“હોટલ, રેસ્ટોરાંના રસોડા બહાર લગાવેલા “Admission only with permission” જેવા બોર્ડ દૂર કરવાના વિષય અન્વયે આ તંત્રના તાબા હેઠળના તમામ ડેઝીગ્નેટેડ ઓફિસરો (મ્યુ.કોર્પો સહિત) જણાવવાનું કે, તેઓના એરિયામાં આવેલ હોટલ, રેસ્ટોરાં, કેન્ટીન વગેરેની તાત્કાલિક તપાસ કરવી અને જે જગ્યાએ રસોડાની બહાર “No Admission without permission” અથવા “Admission only with permission” જેવા બોર્ડ લગાવેલા હોય તો તાત્કાલિક હટાવી દેવાની સૂચના આપવી. આ ઉપરાંત રસોડું સ્વચ્છ રાખવાની સૂચના આપવી. ગ્રાહકો રસોડાની અંદરનો ભાગ જોઇ શકે તે રીતે કાચની બારી અથવા દરવાજો મૂકવાની સૂચના આપવી.”

ફૂડ એન્ડ સેફ્ટી કમિશનર વતી રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ છઠ્ઠી નવેમ્બરના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ પત્ર તમામ જિલ્લાના અધિકારીઓ તેમજ અમદાવાદ સહિત રાજ્યના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેઝીગ્નેટેડ ઓફિસરોનો મોકલવામાં આવ્યો છે.

ગ્રાહકો શું રંધાય છે એ જાણી શકશે 

  • હોટેલ-રેસ્ટોરાં માલિકોએ કિચનમાં કાચની વીન્ડો કે દરવાજો રાખવો પડશે. જેથી ગ્રાહકો સ્વચ્છતાની ચકાસણી કરી શકે.
  • જો કોઈ ગ્રાહકને હોટેલના કિચનની સ્વચ્છતા અંગે ફરિયાદ હોય તો તે જિલ્લા કક્ષાએ ડેઝીગ્નેટેડ અધિકારીને ફરિયાદ કરી શકશે.
  • ગ્રાહક સ્વચ્છતા અંગે ફૂડ સેફ્ટી અધિકારીને પણ ફરિયાદ કરી શકશે.
  • નવા ફેરફારના અમલ માટે સરકારે હોટેલ-રેસ્ટોરાં માલિકોને બે અઠવાડિયાનો સમય આપ્યો.
  • રાજ્યની અનેક હોટેલ-રેસ્ટોરાં અગાઉથી ગ્રાહકોને મંજૂરી આપી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો