RTIમાં થયો ખુલાસો, તમને થિયેટરમાં તમારો પોતાનો નાસ્તો લઈ જતા કોઈ રોકી શકે નહીં, એવો કોઈ કાયદો જ નથી.

આપણામાંથી મોટા ભાગના લોકોને પિક્ચરની ટિકિટ કરતા થિયેટરમાં મળતા મોંઘા ફૂડનો ખર્ચો ભારે પડતો હોય છે. મૂવી જોવા જતા લોકોને સિનેમા હૉલમાં પાણી અને ફૂડ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવે છે. જો કે હૈદરાબાદમાં આ પરિસ્થિતિમાં થોડો સુધારો આવ્યો છે. RTIના જવાબમાં હૈદરાબાદ પોલીસે જણાવ્યું છે કે ગ્રાહકો પોતાનું ફૂડ અને પાણી થિયેટરમાં લઈ જઈ શકે છે.

મલ્ટીપ્લેક્સ ગ્રાહકોને થિયેટરમાં ફૂડ લઈ જતા રોકી શકે નહિ. હૈદરાબાદના એન્ટિ કરપ્શન એક્ટિવિસ્ટ વિજય ગોપાલે હૈદરાબાદ શહેર પોલીસમાં આ પ્રશ્ન પૂછ્યો હતો તેના જવાબમાં પોલીસે જણાવ્યું હતું કે ગ્રાહક થિયેટરમાં પોતાનું ફૂડ અને પાણી લઈ જઈ શકે.

સિનેમા રેગ્યુલેશન એક્ટ 1955 મુજબ દર્શકોને સિનેમા હૉલમાં ફૂડ લઈ જતા રોકવા માટે કોઈ પ્રતિબંધ નથી. એક ડિસ્ટ્રિબ્યુટર વેંકટેશ્વર રાવે જણાવ્યું, “આ નિયમ ઘણા વર્ષોથી છે પણ એક લોબી છે જે તેને અમલમાં નથી મૂકાવા દેતી. આ નિયમો આથી કાગળ પર જ રહી ગયા છે. બે તેલુગુ રાજ્યોમાં લાલચુ એક્ઝિબિટરો દર્શકોને થિયેટરમાં પોતાનું ફૂડ નથી લઈ જવા દેતા.” તેમણે એમ પણ જણાવ્યું કે થિયેટરમાં જેમને લીઝ પર સ્ટોલ મળ્યો હોય એ લોકો ફૂડ આઈટમ પર 100થી 300 ટકા નફો કમાય છે.

RTIના જવાબમાં હૈદરાબાદ પોલીસે જણાવ્યું કે ભારતીય સંવિધાનમાં કોઈ એવો કાયદો નથી જે મૂવી જોવા જતા દર્શકને સિનેમા હૉલમાં પોતાનું ફૂડ લઈ જતા રોકે. 2017માં વિજય ગોપાલે હૈદરાબાદ ગ્રાહક સુરક્ષા ફોરમમાં INOX મલ્ટીપ્લેક્સ સામે ફરિયાદ કરી હતી. કોર્ટે થિયેટરને રૂ. 5000 વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. વિજય પાસે પાણીના એક્સ્ટ્રા રૂપિયા લેવાતા થિયેટરને વધારાનો રૂ. 1000નો દંડ ફટકારાયો હતો. કોર્ટે થિયેટરને આ ખોટા ધંધા બંધ કરવાની કડક શબ્દોમાં સૂચના આપી હતી.

હૈદરાબાદ પોલીસે જણાવ્યું છે કે જો કોઈપણ નાગરિકને એમ લાગે કે વેપારી બિઝનેસમાં કાયદો તોડી રહ્યો છે તો તે આ અંગે લીગલ મેટ્રોલોજી વિભાગમાં ફરિયાદ દાખલ કરી શકે છે. રિસ્પોન્સમાં એ પણ જણાવ્યું કે સિંગલ સ્ક્રીન થિયેટર ગ્રાહક પાસે 3D ચશ્માના એક્સ્ટ્રા રૂપિયા ચાર્જ ન કરી શકે. આ ઉપરાંત તે કોઈ ગ્રાહકને થિયેટરમાં પોતાના 3D ચશ્મા લઈ જતા રોકી શકે નહિ.

મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં જ સિનેમા હૉલમાં બહારનું ફૂડ લઈ જવાની પરવાનગી આપી છે. જો કોઈ તકલીફ પડે તો તમે ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી શકો છો. તમારી જાણ ખાતર જૈનેન્દ્ર બક્ષીએ 2017માં વકીલ આદિત્ય પ્રતાપના માધ્યમથી PIL ફાઈલ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે થિયેટરમાં ગ્રાહકોને પાણીની બોટલ અને ફૂડ લઈ જતા રોકવા માટે કોઈ નિયમ નથી.

આજની હેકટિક લાઈફસ્ટાઈલમાં લોકો તણાવમુક્ત થવા થિયેટરમાં જાય છે. ટિકિટની ઊંચી કિંમતોને કારણે ઘણા લોકો પિક્ચર જોવા જતા પહેલા સો વાર વિચાર કરતા થઈ ગયા છે. એવામાં થિયેટરમાં એક તો ફૂડ લઈ જવાની પરવાનગી નથી આપવામાં આવતી અને તેના ઉપરાંત ખાવા-પીવાનું એટલું મોંઘું મળે છે કે સામાન્ય વર્ગની કમર તૂટી જાય. એવામાં આખા દેશમાં આ અંગે સ્પષ્ટતા કરવામાં આવે તો મધ્યમ વર્ગને રાહત મળી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો