સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ગોવાની જેમ ક્રૂઝમાં ડીજે-ડાન્સની પણ મજા માણી શકાશે, વ્યક્તિ દીઠ ભાડું રૂ.300 રહેશે

સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પગપાળા ભૂમિ માર્ગે, હેલીકોપ્ટરથી હવાઇ માર્ગે જોયા બાદ હવે ક્રૂઝમાં જળ માર્ગે જોવાનો રોમાંચ મળશે. અહીં 200 પ્રવાસીઓ બેસી શકે તેવી ક્ષમતાવાળી ક્રૂઝને આખરી ઓપ અપાઇ રહ્યો છે. પ્રવાસીઓ ગોવાની જેમ ક્રૂઝમાં ડીજે-ડાન્સની પણ મજા માણી શકશે. ક્રૂઝની સવારીનું ભાડું વ્યક્તિ દીઠ રૂ. 300 નક્કી કરાયું છે. ગુજરાત સ્થાપના દિન 1 લી મેથી તેનો વિધીવત આરંભ થાય તેવા અધિકારીઓએ સંકેત આપ્યા છે.

દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની એક વર્ષમાં 40 લાખ પ્રવાસીઓ મુલાકાત લઇ ચૂક્યા છે. અત્યાર સુધી સ્ટેચ્યૂને જોવા માટે પ્રવાસીઓ બસમાં બેસી ગેટથી પગપાળા જતાં હતાં. હેલીકોપ્ટરથી હવાઇ માર્ગે પણ સ્ટેચ્યૂનો નજારો જોઇ શકાતો હતો. જોકે હવે, સ્ટેચ્યૂને જળમાર્ગે જોવાનો લહાવો મળી શકશે. નર્મદા નદી કાંઠે ક્રૂઝને આખરી ઓપ અપાઇ રહ્યો છે. જાજમ અને મશીનરી સિવાયની બધી જ સુવિધાઓ હાલ તૈયાર થઇ ગઇ છે. ક્રૂઝમાં એક સાથે 200 પ્રવાસીઓ બેસી શકશે. ગરુડેશ્વરથી 6 કિમીના અંતરમાં આ ક્રૂઝ ચાલશે. શ્રેષ્ઠ ભારત ભવન પાસે બોટ પોઈન્ટ બનશે. ત્યાંથી સીધા 6 કિમીના રુટમાં એક કલાક બોટની પ્રવાસીઓ મઝા માણી શકશે.

ક્રૂઝમાં આ સુવિધાઓ મળશે

  • ક્રૂઝમાં એક સાથે 200 પ્રવાસીઓ બેસી શકશે.
  • ક્રૂઝ 6 કિલોમીટર ફેરવવામાં આવશે
  • ગરુડેશ્વરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીનો ફેરો એક કલાકનો રહેશે
  • રાત્રે સ્ટેજ પર આદિવાસી ડાન્સ સાથે ગીત-સંગીત પણ રહેશે.
  • ક્રૂઝનું ભાડું રૂપિયા 300 રાખવામાં આવશે.
  • જમવા, નાસ્તાની સુવિધા હશે
  • ક્રૂઝમાં એક સાથે 200 પ્રવાસી બેસી શકે તેવી સુવિધા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો