માથામાં ગોળી લાગી છતાં જીવની ચિંતા કર્યા વગર જવાને બતાવ્યો અદમ્ય જુસ્સો, 2 આતંકીઓને ઠાર મારી જવાન શહીદ થયો

જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના લેવપોરા વિસ્તારમાં સંદિગ્ધ આતંકવાદીઓ (Terrorists) અને સીઆરપીએફ (CRPF) જવાનોની વચ્ચેના એન્કાઉન્ટર (Encounter)માં ભોજપુરનો એક જવાન શહીદ થઈ ગયો. સીઆરપીએફમાં તૈનાત રમેશ રંજન ભોજપુર જિલ્લાના જગદીશપુર વિસ્તારના ઈસાઢી ગામનો રહેવાસી હતો. 30 વર્ષીય રમેશ રંજનની શહીદીની વાત જ્યારે તેમને મળી તો સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો.

સ્કૂટી પર આવેલા આતંકવાદીઓએ ચેકપોસ્ટ પર તૈનાત જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું. ગોળી સીઆરપીએના 73મી વાહિનીના કોન્સ્ટેબલ રમેશ રંજનને માથામાં વાગી. પરંતુ રમેશે તાત્કાલીક રાઇફલ સંભાળી અને જવાબી ફાયરિંગ ચાલુ કરી દીધું. ઢળતાં પહેલા તેઓએ એક આતંકવાદીને ઠાર મારી દીધો હતો. ત્યારબાદ તેમના સાથી પણ સચેત થઈ ગયા અને બે આતંકવાદીઓને ઘેરીને ઠાર માર્યા. આ દરમિયાન રમેશ રંજન બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા. તેમની સારવાર માટે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

શહીદ રમેશ રંજન વર્ષ 2011માં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સમાં જોડાયા હતા. તેમનું પહેલું પોસ્ટિંગ સંબલપુર ઉડીસામાં થયું હતું. ત્યારબાદ તેમનું પોસ્ટિંગ જમ્મુ-કાશ્મીરમાં થયું હતું. દેશની સેવામાં પ્રાણ ન્યોછાવર કરનારા રમેશ રંજનના પરિજનો ઘેરા આઘાતમાં છે.

શહીદ જવાન રમેશ રંજનના લગ્ન બે વર્ષ પહેલા જ ગુડી ગામની બેબી દેવી સાથે થયા હતા. દેશની રક્ષામાં શહીદ દીકરાને ગુમાવવાથી માતા-પિતા ઘેરા આઘાતમાં છે પરંતુ તેમને દીકરાની શહાદત ઉપર ગર્વ પણ છે.

શહીદ જવાન રમેશ રંજનના પિતા રાધામોહન સિંહે જણાવ્યું કે, લગભગ એક મહિના પહેલા તેમનો દીકરો રજામાં ઘરે આવ્યો હતો. ત્યારબાદ તે જમ્મુ-કાશ્મીરમાં પોતાની ડ્યૂટી માટે પરત ફર્યો હતો. દીકરા સાથે મંગળવાર સાંજે તેમની વાત થઈ હતી. આ દરમિયાન દીકરાએ જણાવ્યું હતું કે આતંકવાદી પ્રવૃત્તિઓ ઘણી છે. બુધવારે કમાન્ડર દ્વારા ફોન કરી જાણ કરવામાં આવી કે આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં રમેશ રંજન શહીદ થયો છે.

શહીદના પિતાએ જણાવ્યું કે મને મારા શહીદ દીકરા પર ગર્વ છે. મારો સમગ્ર પરિવાર સેનામાં છે. શહીદના પિતાએ કહ્યું કે સરકાર શ્રીનગરમાં એવું કામ કરે કે આતંકવાદી મૂળીયાથી ઉખડી જાય અને મારા દીકરા જેવા બીજા કોઈના દીકરાને શહીદ ન થવું પડે. બીજી તરફ, રમેશ રંજનના ગામવાળાઓએ જણાવ્યું કે શહીદ જવા મિલનસાર સ્વભાવનો હતો. તે અમારા માટે એક આદર્શ બની ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો