જૂનાગઢમાં હથિયારધારી આવારા તત્વો દુકાન પર ત્રાટક્યા, મારામારીના લાઈવ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ

જૂનાગઢમાં હથિયારધારી આવારા તત્વો દુકાન પર ત્રાટક્યાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જૂનાગઢના ઢાલ રોડ ઉપર મારામારીની આ ઘટનાથી આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સરાજાહેર લોકોથી ધમધમતા એવા જૂનાગઢના ઢાળ રોડ ઉપર અચાનક 15 થી 20 લોકોનું આવારા ટોળું એક દુકાન ઉપર તૂડી પડયું હતું અને દુકાન તેમજ વાહનોમાં તોડફેડ કરવા લાગ્યું હતું. આ ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢ શહેરમાં બપોરના સમયે ઢાલ રોડ ઉપર આવેલ જનતા નામની દુકાન પર 15 થી 20 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો, જેમાં દુકાન બહાર પડેલા વાહનો અને દુકાનની અંદર ઘૂસીને ટોળાએ લાકડી, ધોકા સહિતના હથીયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેઓને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતા પોલીસે એક્શન મોડમાં આવીને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસનો ધમધમાટ શરુ ર્ક્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો