રાજકોટમાં સિવિલની કોવિડ-19 હોસ્પિટલમાં સેવા આપવા માટે આગળ આવ્યા 20 ખાનગી ડોક્ટર, દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરશે

કોરોનાના વધતા જતાં કેસને પગલે રાજકોટના તબીબોએ એક મહત્વનો નિર્ણય લઇને સિવિલમાં આવેલી કોવિડ–19 હોસ્પિટલમાં શહેરના 20 નિષ્ણાંત ક્રિટિકલ કેર સર્જન નિ:શુલ્ક સેવા માટે જાડાયા છે. જેમાં ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસીન રાજકોટ બ્રાન્ચના ડો.તેજસ કરમટા, ડો.સંકલ્પ વણઝારા, ડો.જયેશ ડોબરીયા, ડો.મયકં ઠક્કર, ડો.તુષાર પટેલ, ડો.અમિત પટેલ, ડો.ભૂમિ દવે, ડો.વિશાલ સડતિયા, ડો.તુષાર બુધવાણી, ડો.નરેશ બાલાસરા, ડો.રીતેષ મારડિયા, ડો.જીગર પાડલિયા, ડો.અર્ચિત રાઠોડ, ડો.વિમલ દવે, ડો.સમિર પ્રજાપતિ, ડો.મિલાપ મશરૂ, ડો.રમેશ માલમ, ડો.દિગ્વિજયસિંહ જાડેજા, ડો.ભાવિન ગોર આ તબિબોએ કોવિડના આઇસીયુમાં વિનામૂલ્યે સેવા આપવાનો નિર્ણય લીધો છે અને આજથી સ્વૈચ્છિક રીતે આ તબીબો કોવિડ–19માં જોડાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રોજ એક તબીબ સિવિલમાં કોવિડ-19 હોસ્પિટલની મુલાકાત લેશે

અમદાવાદ જેવી સ્થિતિ રાજકોટમાં ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે ક્રિટીકલ કેર સુપર સ્પેશ્યાલીટ તબીબો હવે કોરોનાની સારવાર માટે આગળ આવ્યા છે. ક્રિટીકલ કેર સોસાયટી દ્વારા રાજકોટના ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા 20 ટોચના ક્રિટીકલ કેર સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો હવે કોવીડ 19 સેન્ટરમાં સારવાર લેતા દર્દીઓની જો સ્થિતિ ગંભીર કે ક્રિટીકલ થાય તો આ તબીબો સારવાર કરશે. આજે રાજકોટ ક્રિટીકલ કેર સોસાયટીના તબીબોએ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને રજૂઆત કરીને કોરોના પોઝિટિવ દર્દીઓ કે જે વેન્ટીલેટર ઉપર હોય અને ગંભીર સ્થિતી હોય તેની સારવાર કરવામાં તૈયારી બતાવી છે.

આઇએસસીસીએમના પ્રેસીડન્ટ ડો. તુષાર પટેલે જણાવ્યું છે કે સમગ્ર દેશમાં વધી રહેલા કોરોના વાઇરસના સંકટને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટીકલ કેર મેડિસીન રાજકોટ બ્રાન્ચના નિષ્ણાંત ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા સિવિલ હોસ્પીટલ રાજકોટ ખાતે આવીને કોવિડ હોસ્પિટલમાં હવેથી કોરોનાના દર્દીઓ માટે સેવાઓ આપવામાં આવશે. જેના ભાગરૂપે આઇએસસીસીએમ રાજકોટના 20નિષ્ણાંત ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા રાજકોટની કોવિડ હોસ્પિટલમાં દરરોજ કોઇ એક નિષ્ણાંત ડોકટર વિઝીટ કરીને કોરોનાના ગંભીર દર્દીની સારવારમાં પોતાનું યોગદાન આપશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો