લીંબડી વિસ્તારમાં ચોંકાવનારો ઘટનાક્રમ: ‘સફેદ કલરની ગાડી આવી છોકરાને રૂમાલ સુંઘાડીને અંદર ખેચી લીધો’ બાળકોના અપહરણનાં પ્રયાસોથી ભયનો માહોલ સર્જાયો

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના (Limbadi) ચુડા (Chuda) ગામે છેલ્લા ચાર દિવસમાં એક રહસ્યમય ઘટનાક્રમ બન્યો છે. અહીંયા બાળકોના અપહરણનાં (Kidnapping) પ્રયાસોથી વાતાવરણ તંગ બન્યુ છે તો વાલીઓમાં અજબ પ્રકારનો ભયનો માહોલ સર્જાયો છે. ચૂંટણીના માહોલમાં વચ્ચે શાળાઓ શરૂ થતાની સાથે જ બાળકોના અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

બનાવની વિગત એવી છે કે સવારે ચુડાના હાજી જગરેલા અને ઉસ્માન જગરેલા પોતાના બાળકના અપહરણની ફરિયાદ કરવા માટે પોલીસ મથકે પહોંચ્યા હતા. હાજી જગરેલાએ જણાવ્યું કે અમારો દીકરો સ્કૂલ જતો હતો ત્યારે એક સફેદ કાર આવી હતી. જગરેલાએ કહ્યું કે ‘એક સફેદ રંગની કાર આવી, મારા દીકરાને પૂછ્યું કે પાળિયાદ જવાનો રસ્તો ક્યાં છે, એણે બતાવ્યો ત્યાં રૂમાલ સુંઘાડી અને ખેંચી લીધો.’

જોકે, અમને સવારે 9.00 વાગ્યાની આસપાસ ફોન આવ્યો કે તમારા દીકરો પેટ્રોલ પમ્પ પાસે બેભાન અવસ્થામાં પડ્યો છે. આ સ્થિતિમાં તેની સાથે અજગતું થયું હોવાની શક્યતા છે. જોકે, ચાર દિવસમાં બે વિદ્યાર્થીને રૂમાલ સુંઘાડી અને અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો અને આગળજતા તેને ઉતારી દેવામાં આવ્યા.

દરમિયાન વાલીઓએ કહ્યું કે બે દિવસ પહેલાં એક દીકરીને પણ આવી રીતે રૂમાલ સુંઘાડી ગાડીમાં ખેંચી લેવામાં આવી હતી અને તેને આગળ પેટ્રોલ પમ્પ બાજુ ફેકીદેવામાં આવી હતી. જોકે, આ ઘટના પાછળ શું રહસ્ય છે તે પોલીસ તપાસમાં જાણવા મળે પરંતુ વાલીઓનાં આક્ષેપ મુજબ ચુડા પોલીસની લાલિયાવાડી સામે આવી છે. પોલીસને ફરિયાદ કરી છતાં પોલીસ બાળકોના અપહરણના પ્રયાસ કરનારા લોકોને શોધવામાં નિષ્ફળ રહ્યા છે. જોકે, વધુ બાળકોના અપહરણ થાય તે પહેલાં કે તેમની સાથે કઈ પણ અજુગતી ઘટના ઘટે તે પહેલાં સફેદ ગા઼ડીમાં આવતા આ અપહરણકર્તાઓને પોલીસે શોધી કાઢે તે જ હિતાવહ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો