અમદાવાદમાં માથાભારે પ્રદીપ ઉર્ફે માયા ડોનની તેના જ બનેવીએ કરી ઘાતકી હત્યા

અમદાવાદ શહેરના કુખ્યાત ગુનેગાર પ્રદીપ ઉર્ફે માયા ડોન (Maya don) ની જાહેરમા હત્યા થઈ છે. સાળા બનેવીના ઝઘડામાં ખૂની (Murder) ખેલ ખેલાયો હતો. સોલા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી બે આરોપીની અટકાયત કરી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે કુખ્યાત માયા ડોનની હત્યા થતા જ વિસ્તારના લોકો અને પોલીસે (Police) રાહતનો દમ લીધો છે. માથાભારે શખ્સની તલવાર (Sword)થી ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી છે. માયા ડોનની હત્યાથી સમગ્ર વિસ્તારમાં દહેશતનો અંત આવ્યો છે. પ્રદીપ ડોનની હત્યા હત્યા તેના જ કુંટુંબી બનેવીએ કરી હોવાનું સામે આવતા ‘શેરની માથે સવા શેર’ની કહેવત સાચી ઠરી છે.

પોતાની દાદાગીરીથી લોકોમાં દહેશત ઊભી કરીને ગુંડાગીરીનું સામ્રાજ્ય બનાવનાર ચાણક્યપુરીના પ્રદીપ ઉર્ફે માયા ડોન યાદવની તેના જ ઘરમાં ઘૂસીને પાંચથી વધુ શખ્સોએ વહેલી સવારે ઘાતકી હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ હતી.

વહેલી સવારે ખેલાયેલા આ ખૂની ખેલમાં હત્યા કરનાર પ્રદીપનો કૌટુંબિક બનેવી છે. પોલીસ માટે માથાનો દુઃખાવો બની ગયેલો પ્રદીપ પોલીસ સ્ટેશનમાં પણ માથા પછાડીને આંતક મચાવતો હતો. આજે સવારે ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા પુરષોતમનગર વિભાગ-2માં રહેતા પ્રદીપ ઉર્ફે માયા ડોનના ઘરમાં બનેવી અનીષ પાંડે સહિત કેટલાક લોકો તલવારો લઇને આવ્યા હતા તેના પર જીવલેણ હુમલો કર્યો હતો.

હુમલા બાદ લોહીથી લથપથ હાલતમાં પ્રદીપ પોતાનો જીવ બચાવવા માટે ઘરની બહાર દોડ્યો હતો. અહીં તે જમીન પર ઢળી પડ્યો હતો. વહેલી સવારે ખેલાયેલા આ ખૂની ખેલના કારણે પુરષોતમનગરમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બીજી તરફ ડોનની હત્યાથી દહેશતનો પણ અંત આવ્યો હતો.

બે મહિના પહેલા 50 લાખની ખંડણી માંગનાર પ્રદીપ ઉર્ફે માયા ડોનની હત્યા બાદ તપાસમાં સામે આવ્યું કે તેની સામે 15થી વધુ ગુના નોંધાયા હતા. પ્રદીપ પોલીસ માટે માથાનો દુઃખાવો બની ગયો હતો. હત્યા કરનાર અનીષ પાંડે પ્રદીપ યાદવનો કૌટુંબિક બનેવી થાય છે.

મળતી માહિતી પ્રમાણે પ્રદીપે અનીષ પાંડેના મિત્ર અજયને માર માર્યો હતો જેના કારણે મોડી રાત્રે બે વાગ્યા સુધી પ્રદીપના ઘરે અનીષ પાંડેનો ઝઘડો ચાલ્યો હતો. મોડી રાત્રે અનીષ પાંડે, અજય, રાહુલ અમાવસ સહિતના લોકોએ પ્રદીપની હત્યા કરવાની કવાતરું ધડ્યું હતું અને વહેલી સવારે આશરે 10 કરતા વધુ લોકો તલવારો લઇને પહોંચ્યા હતા અને પ્રદીપનું ઢીમ ઢાળી દીધુ હતું.

વહેલી સવારે ખેલાયેલા ખૂની ખેલની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી હતી. પોલીસે પ્રદીપની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ કેસમાં પોલીસે રાહુલ અને અમાવસની અટકાયત છે. પ્રદીપ ઉર્ફે માયા ડોન કુખ્યાત ગુનેગાર હતો. તેની વિરુદ્ધ અપહરણ, ખડણી, હત્યાના પ્રયાસના અનેક ગુના નોંધાયા છે. સોલા પોલીસે હત્યાના ગુનાના મુખ્ય સૂત્રધાર અનિષ પાંડે અને તેના સાગરીતોની શોધખોળ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો