અમદાવાદના સિંધુભવન રોડ પર ક્રેટા કારે સાયકલ પર જતાં પરિવારને અડફેટે લીધો, 2 બાળકોના મોત થતાં પરિવાર વિખેરાઈ ગયો

અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર લક્ઝુરિયસ કારચાલક હાર્દિક રાજેન્દ્ર શાહે પેન્ડલ સાયકલમાં જતા પરિવારને અડફેટે લેતાં બે નાના બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે પતિ-પત્ની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કારચાલકે ટક્કર મારતા પતિ-પત્ની નીચે પડી ગયા હતા. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

કારની ટક્કરથી પરિવાર રોડ પર પટકાયો હતો

વસ્ત્રાપુરના સિંધુભવન રોડ પર ક્રેસન્ટ પાર્ટી પ્લોટ પાસે છાપરામાં કિરણ વાસફોડીયા તેમની પત્ની અને ત્રણ વર્ષ અને દોઢ વર્ષના બાળક સાથે રહે છે. સવારે પેન્ડલ સાયકલમાં પત્ની અને બાળકોને બેસાડી તેઓ સિંધુભવન રોડ પરથી પસાર થતા હતા. ત્યારે લક્ઝુરિયસ ક્રેટા કારના ચાલકે પેન્ડલ સાયકલચાલકને ટક્કર મારી હતી. ટક્કર વાગતાં પતિ-પત્ની નીચે પટકાયા હતા અને માથામાં બાળકોને ઇજા થઇ હતી.

કાર ચાલક કારમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ ગયો હતો

અકસ્માત બાદ કારચાલક ઉભો રહી ગયો હતો અને આસપાસના લોકો ભેગા થઈ જતા કારમાં પતિ-પત્નીને ખાનગી હોસ્પિટલમાં અને બાળકોને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં બંને બાળકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. એમ ડિવિઝન ટ્રાફિક પીઆઇ બી.એસ રબારીએ જણાવ્યું હતું કે, અકસ્માત સર્જનાર કારચાલક કાલે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો