દેશ-વિદેશનાં ક્રેડિટ-ડેબીટ કાર્ડનાં ડેટા ચોરી લાખોની શોપિંગ કરી, કરતૂત જાણી પોલીસ પણ આશ્ચર્યમાં, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

આંતરરાષ્ટ્રીય ગુના (International crime) આચરતી ટોળકીના ત્રણ શખ્શોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad crime Branch) ધરપકડ કરી. ત્રણેય શખ્સો દ્વારા વિદેશી નાગરિકોનાં ક્રેડીટ કાર્ડ તથા ડેબીટ કાર્ડનાં (Credit card and debit card) ડેટા ચોરીને ઓનલાઇન શોપિંગ કરી અને ચૂનો ચોપડવામાં આવ્યો હતો. આ શખ્સોએ અંદાજીત 50 લાખથી વધુની રકમની અલગ અલગ ખરીદી કરી લીધી હોવાની કેફિયત આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલી. પાકિસ્તાનથી ડાર્ક વેબ સાઈટનો આઈ.ડી પાસવર્ડ મેળવ્યો હતો જેના દ્વારા આ શખ્સો ટેલીગ્રામ થકી પાકિસ્તાન કરાચીના બે વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા. આરોપી જીયા મુસ્તફા અને સદામ નામના શખ્શ પાસેથી આઈ.ડી અને પાસવર્ડ મેળવી આઈ.ડી પાસવર્ડના બદલામાં શરૂઆતમાં ઓનલાઈન રૂપિયા આપ્યા અને ત્યાબાદ બીટકોઇન ટ્રાન્સફર કર્યા હતાય

ડાર્ક વેબ સાઈટ પરથી વિદેશી નાગરિકોના ક્રેડીટ કાર્ડ તથા ડેબીટ કાર્ડનો ડેટા મેળવીને લાખો રૂપિયાની ખરીદી કરનાર હર્ષવર્ધન પરમાર,મોહિત લાલવાની તથા કલપેશ સિંધાની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી.આ ત્રણેય શખ્શો એક બીજાને છેલ્લા ત્રણેક વર્ષથી ઓળખતા હતા. પરંતુ હજી સુધી એક પણ વખત મળ્યા નહોતા. ટેલીગ્રામ એપ્લિકેશ મારફતે છેલ્લા ત્રણેક વર્ષથી પોતાનો ઠગાઈનો વ્યવસાય ચલાવતા હતા.

ત્રણેય આરોપીઓની મુલાકાત ક્રાઈમ બ્રાંચમા જ થઇ હોવાનું જાણીને પોલીસ પણ ચોકી ઉઠી હતી. અલગ અલગ રાજ્યોનાં સીમ કાર્ડ ખરીદીને ડાર્ક વેબસાઈટ પરથી વિદેશી નાગરિકોના ડેટા મેળવીને તેમના કાર્ડ ઉપર લાખો રૂપિયાની જત્થામાં ખરીદી કરી લેતા હતા.બાદમાં ભારતીય ઓનલાઈન માર્કેટમાં ઓર્ડર કરતા હતા અને ત્યારબાદ અધૂરા સરનામાં આપી અમદાવાદના કોઈ પણ નજીકના વિસ્તારના લેન્ડમાર્ક પાસે કુરીયર બોયને બોલાવી પોતાનો ઓર્ડર રિસિવ કરી લેતા હોવાની મોડ્સ ઓપરેન્ડીથી આ ત્રણેય આરોપીઓ ગુનાને અંજામ આપતા હતા.

જેમાં અત્યારસુધીમાં કલ્પેશ સિંધાએ 70લાખ, હર્ષ વર્ષને પણ 70 લાખ તથા મોહિત લાલવાનીએ 60 લાખ રૂપિયા સુધીની ખરીદી કરી લીધા હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે. હાલ પોલીસ આરોપીઓએ પાસેથી મોબાઈલ ફોન અને લેપટોપ પણ કબજે કરી લીધા છે અને ક્રાઈમ બ્રાન્ચે હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાંચની ગિરફતમાં આવેલા આ ત્રણેય આરોપીઓ સફેદ કલરની ટી શર્ટમાં ઉભેલો આરોપીઓ કલ્પેશ સિંધા વડોદરાનો રહેવાસી છે અને ઈલેક્ટ્રીકલમાં ગ્રેજ્યુએટ થયેલો છે. સમગ્ર કાવતરામાં માસ્ટર માઈન્ડ કલ્પેશ સિંધા હોવાનું પોલીસ માની રહી છે. કારણકે તેની પાસેથી 200 જેટલા સીમ કાર્ડ પણ પોલીસ કબજે કર્યા છે. ત્યારે હાલ આ સમગ્ર કેસમાં આરોપીઓના નિવેદનમાં વિજય વાઘેલા નામના એક શખ્શનું નામ સામે આવ્યું છે ત્યારે પોલીસે હાલ તેની પણ ધરપકડ કરવા માટેની કવાયત હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો