મધ્યપ્રદેશના ગામવાસીઓ વિદ્યાર્થીઓને સ્કૂલે જવાના 35 કિલોમીટરના કપરા રસ્તાથી મુક્ત કરવા માટે પર્વત તોડીને બનાવી રહ્યા છે રસ્તો

મધ્યપ્રદેશના આલીરાજપુર જિલ્લામાં અંજનવાડાના બાળકો પાસે સ્કૂલ પહોંચવા માટે બે વિકલ્પ છે. પ્રથમ વિકલ્પમાં તેઓ નર્મદા નદીમાં હોડીની મદદથી 15 કિલોમીટરનો સફર કરીને ત્યાંથી 25 કિલોમીટર દૂર પહાડના રસ્તે મઠવાડ પહોંચે અને બીજો વિકલ્પ એ છે કે, અંજનવાડાથી પહાડના રસ્તે થઈને 35 કિલોમીટરનું અંતર કાપે. આ બંને વિકલ્પનો રસ્તો ઘણો કપરો છે, આથી બાળકોને સ્કૂલે પહોંચવામાં કોઈ તકલીફ ન પડે એટલે આદિવાસી સમુદાયે નવો રસ્તો બનાવવાનું શરૂ કર્યું છે.

આ ગામના આદિવાસી ભેગા મળીને પહાડ તોડીને રસ્તો બનાવી રહ્યા છે, જેથી અંજનવાડાને સ્કૂલ સાથે જોડી શકાય. ગામજનો વારા-ફરતી રોજ પહાડને તોડવામાં પરસેવો પાડી રહ્યા છે. બાળકો પણ આ કામમાં જોડાઈ ગયા છે. અંજનવાડાના રહેવાસી અને ઇન્દોરમાં અભ્યાસ કરી રહેલા કિશોર પડિયારે કહ્યું કે, મારા મિત્રો અને પરિવાર રોજ સવારે પર્વતમાંથી રસ્તો બનાવવા માટે ઉપડી પડે છે. આ કામ માટે અમે એક સમિતિ બનાવી છે. અમને સરકારની મદદ મળી નથી, આથી અમે જાતે જ પગદંડી બનાવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો