વરસાદની અસરથી જીરૂના પાકને બચાવવા માટે શ્રેષ્ઠ છે ગાયની છાશ અને ગૌમૂત્ર

સોમવારની સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. આકાશમાં વાદળોની સાથે ખેડૂતોની આંખોમાં પણ માવઠાની ચિંતા ઘેરાવા લાગી છે. આ વર્ષે પાણી ઓછું હોવાને લીધે ખેડૂતોએ ઘઉંને બદલે મગફળી પર વધુ પસંદગી ઉતારી હતી. આથી જીરૂં પુષ્કળ પ્રમાણમાં થવાની શક્યતા છે. પણ કમોસમી વરસાદે તેના પર પ્રશ્નાર્થ સર્જી દીધો છે. માણાવદર તાલુકાનાં દેશીંગાનાં વજશીભાઇ કંડોરીયા વર્ષોથી ગાય આધારિતો ઓર્ગેનિક ખેતી કરે છે. તેઓ કહે છે, જે ખેડૂતો પેસ્ટીસાઇડનો ઉપયોગ કરતા હોય તેઓ પણ જીરૂંમાં ગાયની છાશ અને ગૌમૂત્રનું મિશ્રણ છાંટે તો કમસેકમ છોડની રોગપ્રતિકારક શક્તિ વધી જાય. માવઠું એ કુદરતી આફત છે.

વીઘે 3 થી 4 પંપ મિશ્રણનો છંટકાવ કરવો, 16 લિટરનાં 1 પંપમાં રાખવાનું પ્રમાણ

અડધો ઇંચ વરસાદ થાય તો પણ જીરૂંનો સફાયો થઇ જાય. એ વખતે જમીનમાંથી ભેજ ઓછો કરવા કદાચ પેસ્ટીસાઇડ્ઝવાળા સલ્ફરનો છંટકાવ કરવા જેવી સલાહ આપી શકે. છત્તાંય નુકસાની તો રહેજ. આ સંજોગોમાં આ ઉપાય કારગત નિવડી શકે છે. વળી ઘઉં કે અન્ય પાક લીધો હોય તો પણ માવઠાંના સંજોગોમાં આ ઉપાય કરવા જેવો ખરો. જો વરસાદ ન થાય તો આ વર્ષે જીરૂંનો ઉતારો સારામાં સારો થવાની શક્યતા છે. જેમને પિયતની સગવડ છે અને ઘઉંનો પાક લીધો છે તેમને દાણો મોટો થઇ ગયો હોય તો માવઠાંમાં તે ઢળી જવાની શક્યતા છે. પાછોતરું વાવેતર કર્યું હોય તો કદાચ વાંધો ન આવે.

– વીઘે 3 થી 4 પંપ મિશ્રણનો છંટકાવ કરવો
– 16 લિટરનાં 1 પંપમાં રાખવાનું પ્રમાણ
– દેશી અથવા ગિર ગાયનાં દૂધની છાશ – 1 લિટર
– ગૌમૂત્ર – 150 થી 200 મિલી
– જો વરસાદ વધુ હોય તો 200 થી 250 મિલી ગૌમૂત્ર
– બાકીનું પાણી

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો