લ્યો બોલો, અમેરિકાના ન્યૂ યોર્કમાં ગાયને ભેટવાના એક કલાકના 5000 રૂપિયા આપે છે લોકો

યુરોપિયન દેશોમાં ગાયને ભેટવાના એટલે કે ‘કાઉ કડલિંગ’ સેશન ઘણા ફેમસ છે. આ સેશન હવે અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં પણ શરુ થઈ ગયા છે. કસ્ટમરને આ સેશનમાં એક કલાકના 75 ડોલર એટલે કે આશરે 5200 રૂપિયા થાય છે. આ સેશનમાં વ્યક્તિ ગાય સાથે શાંત વાતાવરણમાં રહી શકે છે અને તેમની ચિંતા દૂર કરી શકે છે.

નેધરલેન્ડ્સનું દંપતી ન્યૂ યોર્કમાં ચલાવે છે ફાર્મ

ન્યૂ યોર્કમાં 33 એકરમાં ફેલાયેલા માઉન્ટેન ફાર્મ હાઉસમાં આ સુવિધા શરુ કરવામાં આવી છે. છેલ્લા 9 વર્ષથી આ ફાર્મમાં હોર્સ કડલિંગ સેશન ચાલી રહ્યા હતા, જ્યાં હવે કાઉ કડલિંગ સેશન પણ શરુ થઈ ગયા છે. ફાર્મની માલિક સુઝન વુલર્સ મૂળ નેઘરલેન્ડ્સની છે. તે અને તેનો પતિ ન્યૂયોર્કમાં ફાર્મ ચલાવે છે. ગાય સાથે સમય વિતાવવાથી થતા ફાયદા જાણીને તે નેધરલેન્ડ્સથી બે ગાય પોતાના ફાર્મમાં લાવી અને ન્યૂ યોર્ક સ્થિત ફાર્મમાં તેણે હાલ કાઉ કડલિંગ સેશન ચાલુ કર્યા છે.

દિવસમાં બે વખત સેશન થાય છે

સુઝને કહ્યું કે, ગાયનો શાંત વ્યવહાર લોકોને શાંતિનો અનુભવ કરાવે છે. શાંતિના માહોલમાં ગાયને વ્હાલ અને તેના દિલની ધડકનો સાંભળવાથી તમે તમારી દરેક મુશ્કેલી ભૂલી જશો. અમારા ફાર્મમાં દિવસમાં બે વખત કાઉ કડલિંગના સેશન થાય છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો