ગુજરાતમાં કોરોના વાઈરસથી મૃત્યુનો પહેલો કિસ્સો, સુરતમાં 69 વર્ષીય દર્દીનું મૃત્યુ
ગુજરાતમાં કોરોના વાઈરસના કારણે પહેલું મોત થયું છે. સુરતમાં 69 વર્ષીય વૃદ્ધનું મોત નિપજતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કોરોનાનો રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યા બાદ છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. આ વૃદ્ધ અઠવાલાઇન્સમાં રહેતા હતા. કોરોના પોઝિટિવ આવ્યા પહેલાં પણ કિડની પણ ફેઇલ થઈ હતી અને અસ્થમાની બિમારીથી પણ પીડાતા હતા. કોરોના પોઝિટિવ આવતાં છેલ્લાં ચાર દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આજે બપોરે મોત થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ મોતની રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ટ્વીટ કરી પુષ્ટી કરી છે.
One #COVID19 positive patient, Male 69 yrs, died today in Surat hospital. He was having Co-morbid conditions.
One Female, 65 years, died in Vadodara hospital but her test report for COVID is awaited. She was also having comorbid conditions(Diabetes & Hypertension) @InfoGujarat— GujHFWDept (@GujHFWDept) March 22, 2020
વડોદરામાં મહિલાનું મોત, કોરોનાનો રિપોર્ટ બાકી
તેમજ વડોદરામાં આઇસોલેશન વોર્ડમાં સારવાર લઈ રહેલી એક 65 વર્ષીય મહિલાનું પણ મોત થઈ ગયું છે. જેનો કોરોનાનો રિપોર્ટ આવવાનો હજુ બાકી છે. આ મહિલાનો મૃતદેહ લેવા માટે એમ્બ્યુલન્સ આવી ગઈ છે. તેમજ ચાર કે પાંચ જ લોકોની હાજરીમાં જ તેમને અગ્નિદાહ આપવામાં આવશે. પોલીસ બંદોબદસ્ત સાથે મૃતદેહ ઘરે લઈ જવાની પણ ના પાડવામાં આવી છે. આ મહિલાને ડાયાબિટીસ અને હાયપર ટેન્શનની બીમારી હતી.
પોઝિટિવ બાદ પહેલું મોત પણ સુરતમાં
કોરોના વાઈરસનો પહેલો પોઝિટિવ કેસ સુરતનો હતો અને મૃત્યુ પણ પહેલું સુરતમાં થયું છે. જેને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે જનતા કર્ફ્યુના કારણે લોકો ઘરની બહાર નીકળ્યા નથી. જોકે, પોઝિટિવ દર્દીના કારણે લોકોની ચિંતામાં વધારો થયો છે.
9 દર્દીઓના રિપોર્ટ પેન્ડિંગ
સુરતમાં સાઉથ ઈસ્ટ ઝોન વિસ્તારમાં રહેતી 58 વર્ષીય વૃદ્ધામાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેને પણ સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. તેવી જ રીતે વેસ્ટ ઝોન વિસ્તારમાં રહેતા અને દુબઈનો પ્રવાસ કરી પરત આવેલી 32 વર્ષીય મહિલાને શંકાસ્પદ લક્ષણો જણાતા સિવિલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાઈ છે. જ્યારે વેસ્ટ ઝોન વિસ્તારમાં જ રહેતી 31 વર્ષીય મહિલા જેના પતિ દુબઈથી હાલમાં જ પરત ફર્યા હતા તેને શંકાસ્પદ લક્ષણો જણાતા તેને પણ સિવિલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાઈ છે. આ સાથે શહેરમાં કુલ 3 પોઝિટિવ કેસ પૈકી એકનું મોત થયુંછે. જ્યારે શંકાસ્પદ દર્દીઓ પૈકીના 11નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને હાલ 9 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ પેન્ડિંગ છે. જેની રાહ જોવાઈ રહી છે.
સંકલન માટે 9 અધિકારીઓ નોડલ ઓફિસર તરીકે નિમાયા
કોરોના વાઈરસ અંગેની હાલના સંજોગો વિપરિત થઈ રહ્યાં છે. આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે ત્યારે પાલિકા કમિશનરે પણ કોરોના બાબતે કામગીરી સુવ્યવસ્થિત રીતે ચાલે અને ખાસ કરીને સંકલન જળવાઈ રહે તે માટે ચાર ડેપ્યુટી કમિશ્નરો અને બે ઇન્ચાર્જ ડે.કમીશનર, એડીશનલ સિટી ઈજનેર અને ચીફ સિક્યુરિટી ઓફિસર, નાયબ આરોગ્ય અધિકારી મળી 9 અધિકારીઓને નોડલ ઓફીસર તરીકે કામગીરી સોંપવામાં આવી છે. તેમજ આ નોડલ ઓફિસરોએ દરરોજ સાંજે 6 કલાકે સમીક્ષા બેઠકમાં કામગીરીનો અહેવાલ રજુ કરવાનો રહેશે.
નવ અધિકારીઓને આ કામગીરી સોંપવામાં આવી
- ડો.આશિષ નાયક (ડે.કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ) – કોરોના શંકાસ્પદ તેમજ આવનાર પોઝિટિવ કેસના કોન્ટેક્ટનું ફોલોઅપ
- સી.વાય.ભટ્ટ, (ડે. કમિશનર) – કોવિડ19 અન્વયે કમિશનરની મદદમાં તથા સંકલન
- કેતન પટેલ (ડે. કમિશનર) – રિસોર્સ એન્ડ મટીરીયલ મેનેજમેન્ટ
- રાજેશ પંડ્યા (ડે.કમિશનર) – ક્વોરોન્ટાઈન ફેસીલીટી આઈસોલેશન ફેસીલીટી તેમજ હોસ્પિટલની સ્વચ્છતાની કામગીરી
- ડી.સી.ગાંધી (એડી.સિટી ઈજનેર) – એરપોર્ટ પર પેસેન્જરનું સ્ક્રીનીંગ અને ક્વોરેન્ટાઈનની કામગીરીનું જિલ્લા સાથે સંકલન {કમલેશ નાયક (ઈ.ચા.ડે. કમિ.) – રિપોર્ટ
- જનરેશન, મીડિયા હેન્ડલિંગ
- ગાયત્રી જરીવાલા (ઈ.ચા.ડે. કમિ.) – પબ્લિક અને પ્રાયવેટ સેક્ટર હોસ્પિટલમાં પ્રી-એક્ટીવ સર્વેલન્સ અને આઈડીએસપી મોનીટરીંગ
- જાગૃત નાયક (ચીફ સિક્યુરીટી ઓફિસર) – પોલીસ વિભાગ સાથે સંકલન
- ડો.પ્રકાશ પટેલ (નાયબ આરોગ્ય અધિકારી) – ઈમ્પ્લીમેન્ટેશન ઓફ હોમ ક્વોરોન્ટાઈન
- સુરત શહેર-જિલ્લામાં 2800 લોકો કવોરેન્ટાઇન હેઠળ છે
કોરોનાના વાઇરસ ન ફેલાઇ એ માટે જિલ્લા તંત્ર વિદેશથી આવતા નાગરિકો પર ચાંપતી નજર રાખીને બેઠું છે. હાલ સુધી આ વિદેશથી સુરત શહેર અને જિલ્લામાં આવેલા 2800 જેટલા લોકોને હજુ કવોરેન્ટાઇન કામગીરી કરવામાં આવી રહી છે. માર્ચ મહિના દરમિયાન વિદેશથી સુરત શહેર અને જિલ્લામાં આવેલા નાગરિકોને તેમના પાસપોર્ટ અને સરનામાના આધારે ઓળખી કાઢવામાં આવ્યા છે. સુરત જિલ્લામાં 376 તથા સુરત શહેરમાં 3595 મળી કુલ 3971 લોકો વિદેશથી આવ્યા છે. જેમાંથી હાલ સુધીમાં 1100 લોકોને સ્કીંનીગ કે કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના 2800 જેટલા લોકોના સરનામા પરથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્ક્રીનીંગ અને કવોરેન્ટાઇન કરાઈ રહ્યા છે એમ શનિવારે આદિજાતિ મંત્રી ગણપત વસાવા અને આરોગ્ય મંત્રી કિશોર કાનાણી સાથે મળેલી કોરોના વાઈરસની તકેદારી અંગે મળેલી બેઠકમાં જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલે જણાવ્યું હતું. આ બેઠકમાં શહેરમાં સોસાયટીના પ્રમુખ,મહામંત્રી તેમજ ગામના સરપંચ અને તલાટીને પોતાના વિસ્તારમાં વિદેશથી આવનારા નાગરિકોની માહિતી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

