ડોક્ટર ફેસબુક પર લાઈવ આવીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં, કહ્યું-કોરોનાના દર્દીઓના મોત હવે નથી જોઈ શકતો!

હાલમાં સમગ્ર દેશ કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે. ગામ હોય કે શહેર દરેક જગ્યાએ મોતની કહાનીઓ સામે આવી રહી છે. સોશિયલ મીડિયામાં આવા અનેક કિસ્સાઓ વાયરલ થઈ રહ્યાં છે. લોકો મદદ માગી રહ્યા છે. આરોગ્ય કાર્યકરો અને ફ્રન્ટલાઈન વોરિયર્સ પણ આ લહેરમાં વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓ જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે, પરંતુ તેમની છાતીમાં છુપાયેલી પીડા હવે ક્યાંકને ક્યાંક બહાર આવી રહી હોય એવું લાગી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોલકાતાના ડોક્ટરનો એક વીડિયો સામે આવ્યો છે. જે ફેસબુક પર કોરોના વાયરસથી સર્જાયેલી દુર્ઘટનાની વાતો કરી રહ્યા છે. ડો.અનિર્બન બિસ્વાસે લોકોને અપીલ કરી હતી અને કહ્યું હતું કે જો કોવિડનાં હળવા લક્ષણો પણ જોવા મળે તો તરત જ દવા શરૂ કરી દેજો. તેમણે જણાવ્યું કે સારવારમાં વિલંબ થતાં લોકો મરી રહ્યા છે અને વૃદ્ધો માટે પરિસ્થિતિ વધુ વણસી રહી છે.

સમયસર સારવાર વિશે વાત કરતાં ડોક્ટરે જણાવ્યું હતું કે ગત વર્ષની તુલનામાં આ વખતે કોરોનાએ વધારે તબાહી મચાવી દીધી છે. તેમણે કહ્યું કે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે ખબર નથી પડી રહી કે આ મહામારીમાંથી ઉગરતા કેટલો સમય લાગશે. આ વાત દરમિયાન ડો.વિશ્વાસે હાથ જોડીને રડવાનું શરૂ કર્યું અને લોકોને અપીલ કરી કે કોરોના ગાઈડલાઈનનું પાલન કરો અને વડીલોની તબીબી સારવારની વ્યવસ્થા કરો.

ડોક્ટર તેમના વીડિયોમાં સતત એક વાતનું પુનરાવર્તન કરી રહ્યાં હતાં કે ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ડોક્ટરોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, ઘણા દર્દીઓ આ વર્ષે સ્વાસ્થ્ય સુવિધાઓ મેળવી રહ્યાં નથી અને લોકોનો જીવ ન બચાવી શકવાનું ખુબ દુખ છે. સોશિયલ મીડિયા દ્વારા લોકોને અપીલ કરતી વખતે કોઈ ડોક્ટરે તેનું દુખ સંભળાવ્યું હોય તેવું આ પહેલીવાર નથી. આ પહેલા પણ ઘણા ડોક્ટરો તેમની કહાની સોશિયલ મીડિયા દ્વારા જણાવી ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો