હૃદયદ્રાવક ઘટના વર્ણવતો પૂર્વ જજનો પત્ર સોશિયલ મીડિયા પર વાઈરલ, પત્નીનું ઍમ્બ્યુલન્સની રાહમાં કોરોનાથી નિધન, ચિઠ્ઠીમાં લખ્યું ન બેડ મળ્યો, ન દવા મળી

યુપીના લખનઉની એક હોસ્પિટલમાં બેડના અભાવે નિવૃત જજની પત્નીનું મોત થયાની એક હદયદ્રાવક ઘટના બની છે.

યુપીના લખનઉમાં કોરોનાના દર્દીઓથી હોસ્પિટલો કેટલી હદે ઠસોઠસ ભરાઈ છે તે હકીકત દર્શાવતી એક હદયદ્રાવક ઘટના બની છે. ઘટના એવી છે કે લખનઉના ગોમતી નગરના રહેવાશી જિલ્લા જજ રમેશ ચંદ્રાની પત્નીને કોરોનો થતા તેમને હોસ્પિટલમાં દાખલ થવાની નોબત આવી. પરંતુ હોસ્પિટલો તો પહેલેથી ફૂલ હોવાથી તેમની પત્નીને બેડ ન મળ્યો અને તેને કારણે જજની આંખ સામે પત્નીનું નિધન થયું.

જજનો પત્ર સોશિયલ મીડિયા પર વાઈરલ થયો, કરુણ ઘટનાને વર્ણવી

જજ એક પત્ર દ્વારા તેમની સાથે બનેલી આ કરુણ ઘટનાને વર્ણવી જે પત્ર સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. જજ પત્રમાં લખ્યું હતું કે તેઓ અને તેમની પત્ની મધુચંદ્રા કોરોના પોઝિટીવ હતા. ગુરુવારે સવારે 10 વાગ્યે મધુચંદ્રાનું નિધન થયું. હું બુધવાર સવારના 7 વાગ્યાથી વહિવટીતંત્રે આપેલા નંબર પર ફોન કરતો રહ્યો અને પત્નીના નિધનની જાણ કરતો રહ્યો તેમ છતાં પણ કોઈએ એમ્બ્યુલન્સ ન મોકલી કે ઘેર કોઈ દવા આપવા માટે પણ ન આવ્યું. અમને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ કોઈ પ્રક્રિયા ન કરવામાં આવી.

કોઈ ડેડબોડી લેવા પણ ન આવ્યું

ચિઠ્ઠીમાં પૂર્વ જજે આગળ લખ્યું કે વહિવટીતંત્રની લાપરવાહીને કારણે મધુચંદ્રાનું નિધન થઈ ગયું. હાલમાં તો પરિસ્થિતિ એટલી ખરાબ છે કે કોઈ ડેડબોડી ઉઠાવનાર પણ નથી. લખનઉમાં આરોગ્ય વ્યવસ્થા ધરાશાયી બની ગગઈ છે. હોસ્પિટલમાં બેડની તંગી છે. સમય પર એમ્બ્યુલન્સ પહોંચતી નથી. તપાસ રિપોર્ટ પણ સમયસર મળતો નથી અને તેને કારણે મોતનો આંકડો વધી રહ્યો છે.

અનેક ફોન કરવા છતા પણ દવા દેવા કોઈ ન ફરક્યું

પૂર્વ જજ રમેશચંદ્રે જણાવ્યું કે મેં ડીએમની માંડીને સીએમઓ તથા કન્ટ્રોલ રુમના અધિકારીઓને અનેક ફોન કર્યાં. બસ 5 મિનિટ, 10 મિનિટ અને 20 મિનિટ તેવા મને ઠાલા આશ્વાસન મળતા રહ્યાં. આવું કરતા કરતા દોઢ દિવસ વીતી ગયો. એમ્બ્લુલન્સ અને હોસ્પિટલમાં સમયસર સારવાર ન મળતા મધુચંદ્રાની હાલત ખૂબ ખરાબ બની. તેનું ઓક્સિજન સ્તર પણ 80 થી નીચે જતું રહ્યું હતું અને સતત ઘટી રહ્યું હતું. અમે એમ્બ્યુલન્સની પ્રતિક્ષા કરતા રહ્યાં અને આ દરમિયાન તેમના શ્વાસ પૂરા થયા આટલું કહીને જજ રડી પડ્યાં. જજ રડતા રડતા બોલ્યાં કે પત્નીના મોત બાદ સવારથી લાશ ઉઠાવવા માટે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને ફોન કરતો રહ્યો તેમ છતાં પણ કોઈ ફરક્યું પણ નહીં.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો