કોરોનાના દર્દીનો નેગેટિવ રિપોર્ટ બનાવવાનું કૌભાંડ ખુલ્યું, લાંચ લેતા પકડાયા હોસ્પિટલના કર્મચારી

દુનિયા આખી કોરોના વાયરસના સંકટ સામે લડી રહી છે, આ સંકટ સમયમાં પણ ભ્રષ્ટાચાર પોતાનો રસ્તો કરી જ લે છે. એક તરફ આ મહામારી સામે લડવા લોકો રાત-દિવસ સખત મહેનત કરી રહ્યા છે ત્યારે કેટલાક લોકો એવા પણ છે જે થોડા રૂપિયા માટે કોરોના વોરિયર્સની મહેનત પર પાણી ફેરવે છે. આવો જ એક આઘાતજનક વિડીયો મેરઠની હોસ્પિટલમાંથી વાયરલ થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વિડીયોમાં જોઈ શકાય છે કે, મેરઠની એક ખાનગી હોસ્પિટલનો કર્મચારી થોડા રૂપિયાના બદલે જિલ્લા હોસ્પિટલમાંથી કોવિડ-19નો નેગેટિવ રિપોર્ટ લાવી આપવાની ખાતરી આપે છે. આ મામલે મેરઠના ચીફ મેડિકલ ઓફિસરે તપાસના આદેશ આપ્યા છે જ્યારે હોસ્પિટલના સત્તાધીશો સામે કેસ દાખલ થયો છે. જિલ્લા મેજિસ્ટ્રેટે હોસ્પિટલનું લાઈસન્સ પણ સસ્પેન્ડ કર્યું છે.

વિડીયોમાં જોઈ શકાય છે કે, થોડા લોકોનું ટોળું હોસ્પિટલ સ્ટાફ સાથે વાત કરે છે અને તેમને કોરોનાનો નેગેટિવ રિપોર્ટ લાવી (જિલ્લા હોસ્પિટલમાંથી) આપવાની વિનંતી કરે છે. ‘જેથી તેમને ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી કોઈ સમસ્યા ના આવે’. વિડીયોમાં જોઈ શકાય છે કે, ક્લાયન્ટ હોસ્પિટલના મેનેજરને 2000 રૂપિયા આપે છે અને રિપોર્ટ મળી જાય એટલે બાકીના 500 રૂપિયા આપશે તેમ જણાવે છે.

CMO ડૉ. રાજ કુમારે કહ્યું, “આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વિડીયો પરથી જાણી શકાય છે હોસ્પિટલના મેનેજર શાહ આલમ લોકોને નકલી કોવિડ-19 નેગેટિવ રિપોર્ટ રૂપિયાના બદલે લાવી આપવાની વાત કરે છે. મેનેજર સામે કેસ કરવામાં આવ્યો છે. દરમિયાન જિલ્લા હોસ્પિટલમાં પણ તેનો કોઈ સાગરિત છે કે કેમ તે જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો