કોરોના વાયરસ: દિવસ-રાત ડ્યૂટી કરીને પાંચ દિવસ પછી ઘરે આવ્યા ડૉક્ટર, પરિવાર સાથે દૂર બેસીને આ રીતે પીધી ચા

કોરોના વાયરસના કારણે ડૉક્ટર્સનું કામ વધી ગયું છે. આખી દુનિયાના ડૉક્ટર અને નર્સના કાર્યમાં વ્યસ્ત એવી વિવિધ સ્ટોરી રજૂ કરતા ફોટોગ્રાફ્સ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. દિવસોના દિવસો સુધી ડૉક્ટર્સ પોતાના ઘરે નથી જઈ શકતા. મધ્યપ્રદેશના ભોપાલના ચીફ મેડિકલ હેલ્થ ઓફિસર ડૉક્ટર સુધીર દેહારિયાનો ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ ફોટો જોતા જાણવા મળી રહ્યું છે કે આ ડૉક્ટર પોતાની 5 દિવસની ડ્યૂટી બાદ ઘરે પરત આવ્યા છે અને પરિવાર સાથે ચા પીધી છે. આ ડોક્ટર પણ કોરોના વાયરસ સામેની જંગમાં સામેલ છે અને પોતાનાથી શક્ય તમામ મદદ કરી રહ્યા છે.

આ ફોટોમાં જોવા મળી રહ્યું છે કે ડૉક્ટર સાહેબ તેમના પરિવારથી દૂર બેઠા છે. પ્રાપ્ત જાણકારી મુજબ, તેઓ 5 દિવસ બાદ ઘરે આવ્યા છે. ઘરની બહાર જ બેસીને તેમણે ચા પીધી છે. તેઓ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી રહ્યા છે. લોકોએ કહ્યું કે ડૉક્ટર સુધીર જ સાચા હીરો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો