બ્રિટનમાં 1130 કરોડ રૂપિયાની લોટરી જીતનાર કપલે બતાવી દરિયાદીલી, તેમાંથી 600 કરોડ રૂપિયા તેમને મિત્રો અને સંબંધીઓમાં વહેંચીને તેમની દયનીય સ્થિતિ સુધારી

બ્રિટનમાં એક કપલ ફ્રાન્સિસ કોનોલીએ લોટરીમાં લગભગ 1130 કરોડ રૂપિયા જીત્યા. આશ્ચર્યની વાત એ છે કે તેમાંથી 600 કરોડ રૂપિયા તેમણે મિત્રો અને સબંધીઓમાં વહેંચીને તેમની દયનીય સ્થિતિમાં સુધારો કર્યો. તેનાથી પણ સારી વાત એ છે કે, જે લોકોને રૂપિયા વહેંચ્યા હતા, તેઓ એ પણ તેમની પરિસ્થિતિ પ્રમાણે અન્ય લોકોની મદદ કરી.

આ કપલે પહેલાથી જ નક્કી કર્યું હતું કે તેઓ તેમના ઓળખીતા 50 લોકોની મદદ કરશે, બાદમાં 175 પરિવારમાં લોટરીના પૈસા વહેંચશે જેથી તેઓ નવું ઘર ખરીદી શકે અને દેવું ચૂકવી શકે. તેમને જે લોકોની મદદ કરી, તે લોકોનો ઈન્શ્યોરન્સ પણ કરાવ્યો. તે ઉપરાંત તેમને 1000 લોકો માટે ગિફ્ટ પણ ખરીદી જે ક્રિસમસ દરમિયાન હોસ્પિટલોને મોકલવામાં આવશે. સાથે તે લોકોને ગિફ્ટ મોકલી જે ઘરેથી દૂર છે.

તેમણે 30 કમ્પ્યુટર અને 20 લેપટોપની ખરીદી કરી જેથી તેઓ તેમના પરિવાર અને મિત્રોના સંપર્કમાં રહી શકે. બ્રિટનની ધ નેશનલ લોટરીના યુરો મિલિયન પ્રોગ્રામ અંતર્ગત ફ્રાન્સિસ અને તેમના પતિ પેટ્રિકે આ રકમ જીતી હતી. 54 વર્ષના ફ્રાન્સિસ કહે છે કે, તેમણે ઘરેણાં ખરીદવામાં એટલી ખુશી નથી થઈ જેટલી બીજાના ચહેરા પર ખુશી જોઈને થઈ. આટલા પૈસા મળ્યા બાદ પણ તેમને પોતાના માટે સેકન્ડ હેન્ડ કાર ખરીદી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો