સુરતમાં લોકડાઉનમાં માતાએ ઘરકંકાશથી કંટાળીને વહુ-દીકરાને ઘરમાંથી કાઢી મૂક્યા, અંતે પોલીસે કરાવ્યો મેળાપ

રવિવારની રાત્રે પેટ્રોલિંગ દરમિયાન શહેરના મુખ્ય બસ સ્ટેશનમાં એક કપલને બેઠેલું જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી. જ્યારે પોલીસે તેમને લોકડાઉનમાં ઘરની બહાર નીકળવાની કારણ પૂછ્યું તો તેઓ પણ મૂંઝાઈ ગયા. યુવક અને તેની પત્ની લોકડાઉનનું ઉલ્લંઘન કરવાના આરોપમાં જેલમાં જવા પણ તૈયાર થઈ ગયા. જ્યારે વ્યક્તિએ પોતે કરોડપતિ હીરા વેપારીનો દીકરો હોવાનું જણાવ્યું તો પોલીસ પણ ચોંકી ઉઠી. પરંતુ યુવકે જણાવ્યું કે, માતાએ તેમને બંનેને ઘરની બહાર કાઢી મૂક્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લોકડાઉનના કારણે ઘરમાં સાસુ-વહુના ઝઘડા સતત વધી ગયા હતા. 60 વર્ષની મહિલાનો તેની વહુ પ્રત્યેનો અણગમો વધી ગયો અને રવિવારે રાત્રે તેમણે વહુ મિતાલી (નામ બદલ્યું છે)ને ઘરેથી બહાર નીકળી જવા કહી દીધું. તેમનો દીકરો તરુણ (નામ બદલ્યું છે) પણ પોતાની પત્ની સાથે ઘર છોડીને નીકળી ગયો. બંને જણા 15 કિલોમીટર સુધી ચાલીને બસ સ્ટેશન પહોંચ્યા. તેમને આશા હતી કે કોઈ વાહન આવશે અને અમદાવાદમાં રહેતા મિતાલીના પિતાના ઘર સુધી પહોંચાડશે.

CID ક્રાઈમની પહેલ, ફ્રેન્ડ્સ ફોર વુમન એન્ડ ચાઈલ્ડના કોર્ડિનેટર પિયુષ શાહને બોલાવ્યા. તેમણે જણાવ્યું કે, પોલીસે મને આ ખૂબ જ ગુંચવડ ભરી સ્થિતિને સોલ્વ કરવા માટે ફોન કર્યો. તેમની પરિસ્થિતિ સમજ્યા બાદ મેં યુવકના વ્યક્તિના પિતા સાથે વાત કરી અને આ મુશ્કેલ સમયમાં દીકરાને સપોર્ટ કરવા સમજાવ્યા.’ પિયુષ શાહે સમાજના વડીલો સાથે મળીને આ સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયાસ કર્યો.

આખરે તે યુવકના પિતા બંને પતિ-પત્નીને તેમના ઘરમાં રહેવા દેવા માટે રાજી થયા. સામાજિક નેતાઓ અને પોલીસે પણ તેમના માટે રાશનની વ્યવસ્થા કરી આપી. આ કપલના એપ્રિલ 2019માં જ લગ્ન થયા હતા. જોકે લગ્નના થોડા જ સમય બાદ પત્ની સતામણીનો શિકાર થવા લાગી. તેની સાસુ દરેક નાની વાતમાં તેનો વાંક કાઢતી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો