ગોંડલમાં રહેતા પતિ-પત્નીએ જીવન-મરણના અંત સુધી નિભાવ્યો સાથ, કોરોનાગ્રસ્ત થતા બંનેએ સાથે અનંતની વાટ પકડી

સપ્તપદીના ફેરા વખતે યુગલ એકબીજાને જીવનની દરેક ક્ષણે એકબીજાને સાથે રહેવાનો કોલ આપે છે, 53-53 વર્ષ પતિ-પત્ની તરીકે જીવનના દરેક સુખ દુ:ખમાં એકબીજાની સાથે રહેલા ગોંડલના વયોવૃદ્ધ દંપતીએ દુનિયામાંથી વિદાય પણ સાથે લીધી હતી. કોરોના જેવી બીમારી પણ બંનેને સાથે જ લાગી હતી અને બંનેએ અનંતની વાટ પણ સાથે પકડી હતી. ગોંડલના સ્ટેશન પ્લોટમાં રહેતા અને એમ.બી.કોલેજમાં લાઇબ્રેરિયન તરીકે ફરજ બજાવતા મનીષભાઇ બૂચના પરિવારના છ સભ્ય કોરોનાગ્રસ્ત થયા હતા.

એક સાથે પરિવારના છ સભ્ય કોરોનાની ઝપેટે ચડ્યા હતા, પરંતુ કોઇને ખાસ તકલીફ નહીં હોવાથી તમામ લોકોએ હોમ ક્વોરન્ટાઇન થઇને જ સારવાર કરી હતી. ગત તા.25ના મનીષભાઇના માતા દેવ્યાનીબેન બૂચ (ઉ.વ.80)નું ઓક્સિજન લેવલ નીચું જતું રહેતા તેમને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લેવાયો હતો, દેવ્યાનીબેનના પતિ જ્યોતિષચંદ્ર બૂચ (ઉ.વ.81) પણ કોરોનાગ્રસ્ત હતા, અને તેમની ઉંમરને ધ્યાને લઇ પતિ-પત્ની બંનેને રાજકોટની સરકારી કોવિડ હોસ્પિટલમાં તા.25ના રાત્રીના દાખલ કરવામાં આવ્યા હતા. વયોવૃદ્ધ દંપતીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, ગત રવિવારે જ્યોતિષચંદ્રનું પણ ઓક્સિજન લેવલ ઘટતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. કોરોના સામે વયોવૃદ્ધ દંપતી જંગ લડી રહ્યું હતું. તા.12ને શુક્રવારે સવારે 6.15 વાગ્યે જ્યોતિષચંદ્રએ અંતિમ શ્વાસ લીધા હતા, દેવ્યાનીબેન પણ વેન્ટિલેટર પર હતા, તેમને પતિના મૃત્યુ અંગે તબીબો દ્વારા જાણ કરવામાં આવી નહોતી, પરંતુ જ્યોતિષચંદ્રના મૃત્યુની 35મી મિનિટે જ એટલે કે સવારે 6.50 વાગ્યે દેવ્યાનીબેને પણ દુનિયા છોડી દીધી હતી. મનીષભાઇ બૂચે જણાવ્યું હતું કે, બંનેએ લગ્નજીવનના 53 વર્ષ સાથે વિતાવ્યા હતા, અને બંનેએ દુનિયા પણ સાથે છોડી જાણે એકબીજાને આપેલો કોલ નિભાવ્યો હતો.

મળતી માહિતી વિગતો મુજબ ગોંડલના સ્ટેશન પ્લોટમાં રહેતાં- અને એમ.બી.કોલેજમાં લાઇબ્રેરિયન તરીકે ફરજ બજાવતાં મનીષભાઈ બુચનાં પિતા જ્યોતિશભાઇ અને માતા દેવયાની બહેન કોરોના પોઝિટિવ આવતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. કોરોનાની સારવાર દરમિયાન વહેલી સવારે સારવાર કારગત ન નીવડતા જ્યોતિશભાઇએ દમ તોડયો હતો. પતિની વિદાય બાદ પત્ની દેવીયાનીબેને પણ માત્ર વીસ મિનિટનાં અંતરે અનંતની વાટ પકડી પતિને સાથ આપતાં વિદાય લીધી હતી.

જ્યોતિશભાઇ ખાવા-પીવામાં ખુબજ પરેજી રાખતા હતાં. પતિ-પત્ની ખુબજ તંદુરસ્ત હતાં. પરિવાર અનુસાર થોડાં દિવસ પહેલાં લગ્ન પ્રસંગમાં ગયા બાદ જ્યોતિશભાઇ અને દેવીયાનીબેન કોરોના પોઝિટિવ બન્યાં હતાં.કાળ બનેલાં કોરોનાએ પતિ પત્નીનો ભોગ લીધો હતો. જેથી પરિવારમાં માતમ છવાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો