કોરોનાને હરાવવા માટે 108માં ફરજ બજાવતા આ પતિ-પત્ની ખરા અર્થમાં બન્યા રાષ્ટ્રરક્ષક, 8 મહિનાના પુત્રને દાદા-દાદીને સોંપીને કરે છે રાષ્ટ્ર સેવા
કોરોના વાઈરસની મહામારીને પગલે આખો દેશ લોકડાઉન છે, ત્યારે લોકડાઉન દરમિયાન નર્મદા જિલ્લાનું દંપતી સાચા અર્થમાં રાષ્ટ્ર રક્ષક બની રહ્યું છે. આ દંપતી 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવે છે. તેઓ પોતાના 8 મહિનાના બાળકને ઘરે મૂકીને કોરોના સામેની લડાઇમાં ખડેપગે છે. પોતાના દીકરાને ચેપ ના લાગે તે માટે દાદા-દાદી પાસે મોકલી દીધો છે.
કોરોનાને હરાવવા માટે તમામ પ્રયાસ કરવાનો દંપતીનો સંકલ્પ
રાજપીપળામાં રહેતા અલકાબેન તડવી અને તેમના પતિ સંજયભાઇ તડવી બંને 108 એમ્બ્યુલન્સમાં EMT તરીકે ફરજ બજાવે છે. પત્ની ડ્યુટી દિવસમાં હોય છે. અને પતિની ડ્યુટી રાત્રે હોય છે. ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વાઈરસનો કહેર છે, ત્યારે આ દંપતીએ સંકલ્પ લીધો છે કે, કોરોનાને હરાવવા માટે આપણાથી બનતા તમામ પ્રયાસ કરીશું. 108ના વોરિયર્સ બનીને સમાજને અને નગરજનોની સ્વાસ્થ્યની સુરક્ષા માટે આપણાથી બનતું યોગદાન આપીશુ.
બાળકને ચેપ ન લાગે તે માટે દાદા-દાદીને સોંપ્યો
પોતાના 8 મહિનાના બાળકને ચેપ ન લાગે તે માટે દાદા-દાદીને સોંપી દીધો છે અને લોકોની સેવા માટે 108 એમ્બ્યુલન્સની તેમની ફરજને પોતાનું કર્તવ્ય બનાવ્યું છે. ઘણા એવા કર્મચારીઓ પણ છે, જેઓ પોતાના ઘરેથી દૂર હાલ નર્મદા જિલ્લામાં 108માં ફરજ બજાવે છે. અને પોતાના કાર્યને કર્તવ્ય સમજી કોરોનાને હરાવવા માટે બનતા તમામ પ્રયાસો કરી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પણે પાલન કરવા અને દરેક નાગરિકે પોતાના ઘરમાં રહી સરકારના આદેશનું પાલન કરવા અપીલ પણ કરે છે.
કોરોના માટે 2 એમ્બ્યુલન્સ માટે ફાળવવામાં આવી
નર્મદા જિલ્લામાં કોરોના વાઈરસના શંકાસ્પદ અને સંક્રમિત દર્દીઓ માટે 2 એમ્બ્યુલન્સ ખાસ માટે ફાળવવામાં આવી છે. વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા નર્મદા જિલ્લાની તમામ એમ્બ્યુલન્સને પણ PPE કીટથી સજ્જ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

