સુરતમાં ફિયાન્સી સાથે કારમાં બેસેલાં યુવાનને લૂટારાઓએ બંદૂકની અણીએ લૂંટ્યો પછી યુવતી સાથે કરી શારીરિક…

સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને તેઓને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. હવે સુરતના વેસુમાં પોતાની ફિયાન્સી સાથે કારમાં બેસેલાં યુવાનને લૂંટી લેવાની ઘટના સામે આવી છે. બે શખ્સોએ કારમાં બેસેલાં યુવાનની માથે બંદૂક રાખી તેની કાર એટીએમ સુધી લઈ ગયા હતા. અને પાસવર્ડ જાણીને પૈસા ઉપાડી લીધા હતા. તો કારમાં બેસેલાં એક લૂંટારાએ યુવતીની સાથે છેડછાડનો પ્રયાસ કર્યો હતો.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, ખટોદરામાં રહેતો યુવાન પોતાની ફિયાન્સી સાથે વેસુ વીઆઈપી રોડ સ્થિત મણીબા પાર્ટી પ્લોટ પાસે બેઠો હતો. યુવક અને તેની મંગેતર સાથે કારની પાછળની સીટમાં બેસીને વાતો કરતો હતો. અને યુવાન કારને લોક કરવાનું ભૂલી ગયો હતો. તે સમયે બાઈક પર બે હિન્દી ભાષી લૂંટારૂઓ ત્યાં આવ્યા હતા. અને કારનો દરવાજો ખોલી યુવાનનાં માથા પર બંદૂક મૂકી દીધી હતી. અને કહ્યું હતું કે, જો હો વો નિકાલ કે દેદે નહીં તો ઠોક દુંગા.

બંને લૂંટારાઓથી ગભરાયેલાં યુવાને ખિસ્સામાંથી પોતાનું પર્સ આપી દીધું હતું. જે બાદ વોલેટમાં રહેલાં પાંચ હજાર રૂપિયા કાઢી લીધા હતા. તો એટીએમ કાર્ડ જોતાં જ લૂંટારાઓએ કાર્ડનો પાસવર્ડ પૂછ્યો હતો. જે પાસવર્ડ લઈને બીજો લૂંટારો એટીએમ પર જઈને 10 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. જ્યારે બીજો લૂંટારો કારમાં જ યુવાનના માથે બંદૂક રાખીને બેઠો હતો.

તો એટીએમમાંથી પૈસા ઉપાડીને પરત આવેલાં લૂંટારાએ મંગેતરના પર્સમાંથી 8 હજાર રૂપિયા લઈ લીધા હતા. અને બાદમાં યુવતી સાથે શારીરિક છેડછાડ કરવા જતો હતો. આ સમયે યુવાને લૂંટારાના હાથમાંથી પિસ્તોલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો. અને તે જ સમયે ટ્રિગર પણ દબાઈ ગયું હતું. પણ સદનસીબે ગોળી છૂટી નહી. ઝપાઝપી સમયે યુવાને કારનો હોર્ન વગાડવાનું શરૂ કરી દીધું. જેને કારણે ગભરાયેલાં લૂંટારાઓ ગન યુવાનનાં હાથમાં જ છોડીને ભાગી ગયા હતા.

હવે સુરતમાં લૂંટારાઓની આ હિંમતે પોલીસ સામે મોટો પડકાર ફેંક્યો છે. સુરતમાં પોલીસ ગુનેગારો પર કાબૂ મેળવવામાં નિષ્ફળ નીવડી છે. સુરતમાં અવાર નવાર હત્યા તેમજ લૂંટના બનાવો એકદમ સામાન્ય થઈ ગયા છે. યુવાને ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો