નવદંપતીને લાગ્યો વીજળીનો કરંટ, પતિનું મોત, પત્નીની હાલત ગંભીર, પતિ બાથરૂમમાં સ્નાન કરતો હતો અને બાજુમાં પત્ની વૉશિંગ મશીનમાં કપડા ધોઈ રહી હતી ત્યારે બની દુર્ઘટના

હરિયાણા: હાંસીના ફીકા પીર ચોક પર એક નવદંપતીને રવિવારે સાંજે કરંટ લાગવાથી ખરાબ રીતે દાઝી ગયા. દુર્ઘટનામાં પતિનું મોત થઈ ગયું અને પત્ની જિંદગી અને મોતની વચ્ચે સંઘર્ષ કરી રહી છે. મૃતક યુવકના શબને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હૉસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. બીજી તરફ, પરિણીતાને હિસારની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.

મળતી જાણકારી મુજબ, હાંસીના ફીકા પીર ચોક ખાતે રહેતાં સંજીવ ઉર્ફે શૈંકી મહેતાના ગયા વર્ષે 19 નવેમ્બરે દિવ્યાની સાથે લગ્ન થયા હતા. મહેતા પરિવારની શહેરના પ્રતાપ બજાર મહેતા ક્લોથ હાઉસ નામની દુકાન છે. રવિવારે મૃતક સંજીવ મહેતા તથા દિવ્યા મહેતા ઘરે એકલા જ હતા.

પડોશીઓએ છત પરથી ઉતરીને દરવાજો તોડ્યો

પરિવારે જણાવ્યું કે માતા દુકાન પર ખાવાનું આપવા ગઈ હતી અને પરત આવતાં દરવાજો બંધ જોવા મળ્યો. ઘણી વાર સુધી દરવાજો ખખડાવવા છતાંય કોઈએ દરવાજો ન ખોલ્યો તો આસપાસના લોકોએ પડોશીની છત પરથી ઘરમાં ઉતરીને દરવાજો તોડ્યો. પરિજનોએ જણાવ્યું કે અંદર બંને બેભાન હાલતમાં પડ્યા હતા. ત્યારબાદ બંનેને સિવિલ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન સંજીવને મૃત જાહેર કરવામાં આવ્યો જ્યારે દિવ્યાની ગંભીર હાલત જોતાં હિસાર રૅફર કરવામાં આવી.

કરંટ લાગવાથી મોત

મૃતકના પિતા વેદપ્રકાશ મહેતાએ જણાવ્યું કે કરંટ લાગવાથી આ દુર્ઘટના થઈ છે. સંજીવ બાથરૂમમાં સ્નાન કરી રહ્યો હતો અને દિવ્યા બાજુમાં જ વોશિંગ મશીનમાં કપડા ધોઈ રહી હતી. આ દરમિયાન અર્થિંગથી કરંટ આવવાથી બંને દાઝી ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો