લવ મેરેજના 5 દિવસ પછી પત્નીએ ફાંસો ખાધો તો પતિએ ટ્રેન આગળ કૂદી ટૂંકાવ્યું જીવન

હરિયાણાના સોનીપત જિલ્લાના મયૂર વિહારમાં એક એવો મામલો સામે આવ્યો છે જેણે સૌને હેરાનીમાં મૂકી દીધા છે. 5 દિવસ પહેલા જે દંપતિએ લવ મેરેજ કર્યા હતા તેમણે બંનેએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું. પહેલા પત્નીએ ઘરે જ ગળે ફાંસો ખાઈ લીધો અને ત્યાર પછી પતિએ પણ ટ્રેનની આગળ કૂદીને આત્મહત્યા કરી લીધી. આ મામલા અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બંનેના શવને કબ્જામાં કરી લઈ તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલના શવગૃહમાં મોકલી દીધા છે. હાલમાં તો પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જણાવી દઈએ કે, મનજીત અને આરતીએ 27 મેના રોજ તેમના પરિવારની મરજીથી લગ્ન કર્યા હતા. બંનેના લવ મેરેજ હતા. આજે આ પરિવારની દરેક ખુશીઓ ગમમાં બદલાઈ ગઈ છે, જ્યારે સવારે આરતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. ત્યાર પછી જ્યારે આ સૂચના તેના પતિ મનજીતને મળી તો તેણે પણ ટ્રેનની આગળ કૂદીને જીવન ટૂંકાવી લીધું. આ દુઃખદ દુર્ઘટનાથી બંને પરિવારોની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે.

આત્મહત્યાના કારણોની જાણ થઈ નહીં

પોલીસે બંને શવોનું પોસ્ટમોર્ટમ કર્યા પછી તેમને પરિવારોને સોંપી દીધા છે. પોલીસ બંને આત્મહત્યાઓ પાછળનું કારણ શોધી રહી છે. તપાસ પછી જ આ મામલે ખુલાસો થઈ શકશે. પણ અચાનક બંને દ્વારા ઉઠાવેલા આ પગાલાથી બંનેના પરિજનોની સાથે આસપાસના લોકો પણ ચોંકી ગયા છે.

પોલીસ તપાસ શરૂ

તો બીજી તરફ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મયૂર વિહારમાં નવવિવાહિત દંપતિના મરવાની જાણારી મળી હતી. ઘટના સ્થળે પહોંચી શવને કબ્જામાં લઈ નાગરિક હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા. મહિલાના પતિએ ટ્રેનની નીચે કૂદી પોતાનું જીવન ટૂંકાવી દીધું. મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. બંનેએ 27 મેના રોજ જ લગ્ન કર્યા હતા. પરિજનોના નિવેદનોને આધારે આગળની કાર્યવાહી હાથે ધરવામાં આવશે.

પ્રેમીઓ જ્યારે પ્રેમમાં પડે છે તો તેમને પ્રેમ સિવાય બીજું કશું દેખાતું નથી. તેઓ પછી લગ્નની ગ્રંથિમાં બંધાઈ જાય છે. એકબીજાને ઓળખી લવ મેરેજ કરીને જીવન સાથે પસાર કરવા માગતા હોય છે. જોકે, દરેક કિસ્સાઓમાં એવું નથી બનતુ કે પ્રેમી દંપતિના લગ્ન થાય જ છે. પણ જેમના થાય છે તેઓ પોતાને નસીબદાર સમજે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો