માતાની છત્રછાયા ગુમાવનાર 3 વર્ષની કાવ્યાને પાલક માતા-પિતાનો આધાર મળ્યો, વહીવટી તંત્રએ સરકારની પાલક માતા- પિતા યોજના હેઠળ સહાય આપવાની જાહેરાત કરી

ભરૂચના ધોળીકુઇ વિસ્તારની વિધવા મહિલાનું ટીબીની બીમારીથી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. માતાના અવસાન બાદ તેની 3 વર્ષની કાવ્યા નિ:સહાય બની હતી. જેના અહેવાલો પ્રસારિત થયાં હતાં. જોકે, બાદમાં મૃતક મહિલાના જેઠે સિલિવમાં આવીને બાળકીનો કબ્જો લીધો હતો. આ બાળકી મામલે વહીવટી તંત્રએ ઉત્સુકતા બતાવી તેનું આધારકાર્ડ અને બેંક ખાતું ખોલાવીને સરકારની પાલક માતા- પિતા યોજના હેઠળ સહાય આપવાની જાહેરાત કરી છે.

મૃત માતાને ઉઠાડવાનો પ્રયાસ કરતી કાવ્યાના દ્રશ્યોથી લોકોના હ્રદય દ્રવી ઉઠ્યાં હતાં

ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં રહેતા અમૃત વસાવા સાથે મનીષાબેનના લગ્ન થયા હતાં. લગ્ન જીવનમાં 3 વર્ષની પુત્રી કાવ્યા ઉર્ફે પ્રિન્સીનું સંતાન સુખ પ્રાપ્ત થયું હતું. થોડા સમયમાં જ પતિ અમૃત વસાવાનું અકાળે મોત થતાં મનીષાબેન વિધવા બન્યા હતાં. પતિના મોત બાદ પુત્રીની ચિંતા અને આર્થિક ભીંસ વચ્ચે મનીષાબેન પણ ટીબીની બીમારીમાં સપડાયા હતાં. બંને ભીખ માંગી દિવસ પસાર કરતા હતાં. ટીબીનો રોગ વધી જતાં મનીશાબેનને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતાં. 22 ફેબ્રુઆરીએ તેનું સારવાર દરમિયાન મોત થતાં પુત્રી કાવ્યા મૃત માતાને ઉઠાડવાનો પ્રયાસ કરતી હોવાના દ્રશ્યોથી ત્યાં હાજર લોકોના હ્રદય દ્રવી ઉઠ્યાં હતાં.

બાળકીનું તાત્કાલિક આધારકાર્ડ અને બેંક એકાઉન્ટ ખોલાવામાં આવ્યું

બાળકીના મોટા પપ્પાએ તેનો કબજો લેવાની બાંહેધરી લેતાં બાળકીને આખરે પરિવારની હૂંફ મળશે તેવી આશા ત્યાં હાજર લોકોએ વ્યક્ત કરી હતી. બાળકી અંગે મીડિયામાં અહેલાવો પ્રસારિત થયા હતાં. જેને લઈને ભરૂચ જિલ્લા કલેકટર એમ.ડી.મોડિયાએ બાળકી બાબતે ઉત્સુકતા બતાવી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને સુચનાઓ આપી કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. સમાજ સુરક્ષા અધિકારીએ બાળકીના કાકા રવિન્દ્ર બારીયાનો સંપર્ક કર્યો હતો. બાળકીનું તાત્કાલિક આધારકાર્ડ અને બેંક એકાઉન્ટ ખોલાવી તેને સરકારની પાલક માતા- પિતા યોજના અંતર્ગત બાળકના ઉછેર અને શૈક્ષણિક ખર્ચ માટે પ્રતિમાસની રકમ મળી રહે તે માટે વ્યવસ્થા કરી હતી.

પાલક માતા-પિતા યોજનામાં કેટલી સહાય મળશે

માતાનું છત્ર ગુમવનાર કાવ્યાને સરકાર અને ભરૂચ કલેકટરે આગળ આવીને તેને પાલક માતા પિતા યોજનાની સહાય આપવાની જાહેરાત કરી છે. પાલક માતાપિતા યોજના અંતર્ગત બાળકીને ઉછેર અને શૈક્ષણિક વિકાસ માટે તેના કાકાને પ્રતિમાસ રૂ/ 3000 લેખે 18 વર્ષ સુધી સહાય આપવામાં આવશે.

પાલક માતા પિતા યોજના શું છે

યોજના અંતર્ગત 0 થી 18 વર્ષની ઉંમરના અનાથ બાળકો કે જેના માતા-પિતા હયાત નથી તેમને આ યોજનાનો લાભ મળે છે. અથવા જે બાળકના માત્ર પિતાનું અવસાન થયું હોય અને તેની માતાએ પુન:લગ્ન કર્યા હોય તેવા બાળકોને માતાએ પુનઃ લગ્ન કર્યાં હોવાના પુરાવા રજૂ કરવા પડે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો