શું મીઠાના પાણીના કોગળા કરવાથી કોરોના વાયરસને રોકી શકાશે? વૈજ્ઞાનિકોએ કર્યો મોટો ખુલાસો

ભારતમાં શરદી-તાવ-ઉધરસમાંથી બેઠા થવા માટે મીઠાના પાણીના કોગળા કરાય છે. તેનાથી ગળામાં રાહત મળે છે અને ઉધરસ મટી જાય છે. હવે આ જ રીતનો સ્કોટલેન્ડના એડિનબર્ગ યુનિવર્સિટી અભ્યાસ કરી રહી છે કે શું મીઠાના પાણીના કોગળા કરવા પર કોરોના વાયરસના દર્દીઓને ફાયદો થશે કે નહીં.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

એ વાત તો આખી દુનિયાને ખબર છે કે નવશેકા પાણીથી કોગળા કરવા પર ઉધરત અને તાવ મટી જાય છે. સાથો સાથ વધુ ઉધરસ થતી રોકે છે.

એડિનબર્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો એ રિસર્ચ કરશે કે મીઠાના પાણીના કોગળા કરવા પર શું શરીરની અંદર એન્ટીવાયરલ ગતિવિધિઓ વધે છે. હાલ તેના ટ્રાયલ માટે એ લોકોને પસંદ કરાયા છે જે કોરોના વાયરસના સંક્રમણથી ઓછા બીમાર છે.

એવા લોકોને કહેવામાં આવ્યું છે કે તેઓ હાલ તાવ ઓછો કરવાની દવા લે. મોટાભાગે પેરાસિતામોલ અને ઇબુપ્રોફેન.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ડેક્સામિથેસોન અને રેમડેસિવિરથી કોરોના દર્દીઓને ફાયદો થઇ રહ્યો છે પરંતુ અત્યાર સુધી તે પ્રમાણિત રીતે કોરોનાનો રામબાણ ઇલાજ નથી.

મીઠાના પાણીથી જો કોરોનાને વધતો રોકી શકાય તો આ એક ખૂબ જ સસ્તી સારવાર હશે. આ કોઇપણ વ્યક્તિને ગંભીર રીતે થતા કોરોના સંક્રમણને ઘટાડશે.

એડિનબર્ગ એન્ડ લોથિયંસ વાયરલ ઇન્ટરવેંશન સ્ટડી (EIVIS)ના મતે શરદી-ઉધરસથી પીડિત જે દર્દીઓએ સતત મીઠાના પાણીના કોગળા કર્યા છે તેમને ઝડપથી આરામ મળે છે. સાથો સાથ તેમને ઓછી ઉધરસ અને તાવ આવે છે. મીઠાના પાણીના કોગળા કરવા પર તાવ-શરદી-ઉધરસની સામાન્ય સારવારની સરખામણીમાં બે દિવસ પહેલાં સ્વસ્થ થાય છે. એડિનબર્ગના વૈજ્ઞાનિકોનું માનવું છે કે મીઠાના પાણીથી કોગળા કરવા પર કોરોના વાયરસ સામે લડવાની શારીરિક ક્ષમતા વધી જાય છે.

યુનિવર્સિટીના પ્રોફેસર અજીજ શેખ એ કહ્યું કે મીઠામાં હાઇપોક્લોરસ એસિડ હોય છે જે કોઇપણ પ્રકારના વાયરસને મારવામાં સક્ષમ હોય છે. આથી મીઠાના પાણીથી કોગળા કરવા પર કોરોના વાયરસ સામે લડવામાં મદદ મળી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો