રાતે ઉધરસની સમસ્યા ખૂબ જ વધી જાય છે? તો બેદરકારી કર્યા વિના ફટાફટ અપનાવી લો આ 6 ટિપ્સ

અત્યારે જે પ્રમાણે વાતાવરણમાં ઠંડક વધી ગઈ છે ઘણાં લોકો શરદી-ઉધરસ અને ગળાની સમસ્યાઓ પણ વધવા લાગી હશે. એમાં ખાસ કરીને કફ વધવાની સમસ્યા પણ ઘણાં લોકોને થાય છે. તેનાથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન અને ઘરેલૂ ઉપાયો કામ આવી શકે છે. ઉધરસની સાથે કફ આવવું અથવા સૂકી ઉધરસ આવવી બંનેમાં પરેશાની થાય છે અને રાતે ઊંઘ આવતી નથી. ઘણાં લોકો રાતે અથવા ઊંઘમાં પણ ઉધરસની સમસ્યા થતી હોય છે. જેમાં બેદરકારી કરવી નહીં, નુસખાઓ અપનાવ્યા બાદ પણ ફરક ન પડે તો તરત ડોક્ટરને બતાવવું. તો ચાલો જાણી લો રાતે આવતચી ઉધરસ માટે ઉપાયો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

-બહુ લાંબા સમય સુધી સ્મોકિંગ કરવાથી પણ રાતે ઉધરસની સમસ્યા થઈ શકે છે. જેથી તેનાથી બચવા સ્મોકિંગને કંટ્રોલ કરો અથવા આ આદતને છોડી દો કારણ કે તેનાથી સ્વાસ્થ્યને અન્ય અનેક નુકસાન થાય છે.

ઘણાં લોકોને રાતે શરદી અને ઉધરસની સમસ્યા વધે છે, તેના માટે અપનાવો ઘરેલૂ ઉપાય

-ઘણાં લોકોને નાકમાં ડ્રાયનેસ વધવાથી પણ ઘણીવાર ઉધરસ આવતી હોય છે. જેથી રાતે ગરમ પાણીથી સ્નાન કરીને અથવા સ્ટીમ લઈને સૂવો. તેનાથી ઉધરસની સમસ્યામાં આરામ મળશે.

-રાતે સૂતી વખતે નાકમાંથી શ્વાસ લેવાથી નાક અને ગળામાં રહેલો મ્યૂકસ વધુ એક્ટિવ થાય છે. જેના કારણે વધુ ઉધરસ આવે છે. જેથી 2-3 તકિયા મૂકીને થોડી ઊંચાઈ પર માથું રાખીને સૂવાથી આ સમસ્યા દૂર થાય છે.

-મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે ઉધરસમાં રાહત આપે છે. રોજ રાતે સૂતી વખતે અડધી ચમચી મધમાં અડધી ચમચી આદુનો રસ મિક્સ કરીને પીવાથી રાતે ઉધરસ આવવાની સમસ્યા દૂર થાય છે.

-ઉધરસને રોકવા માટે શરીરને હાઈડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. તેના માટે વધુમાં વધુ લિક્વિડ લેવું. તેનાથી મ્યૂકસ (કફ) પાતળું થઈ જાય છે અને તેનાથી રાતે ઉધરસ આવવાની સમસ્યામાં રાહત મળે છે.

-સૂતા પહેલાં ગરમ ગ્રીન ટી પીવો. તેમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ બેક્ટેરિયલ ઈન્ફેક્શનને દૂર કરવામાં મદદ કરે છે. રાતે સૂતા પહેલાં ગ્રીન ટી પીવાથી ગળું હાઈડ્રેટ રહે છે અને વારંવાર ઉધરસ આવવાની સમસ્યા થતી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો