બહુ જ ખરાબ હોય છે સૂકી ખાંસી, મટતી ન હોય તો આ 8માંથી 1 ઉપાય અપનાવી જુઓ, ઝડપથી કરશે અસર

શિયાળાની ઋતુમાં નાના બાળકોથી લઈને વૃદ્ધોને પણ શરદી અને ઉધરસની સમસ્યા સતાવતી હોય છે.તેના માટે દવાઓ કરતાં જો ઘરગથ્થુ ઉપચાર કરવામાં આવે તો તે ઝડપથી સારાં મળી શકે છે. શિયાળામાં ઘણાં લોકોને સૂકી ઉધરસની સમસ્યા ખૂબ જ થતી હોય છે. જેના માટે ઘરેલૂ નુસખાઓ જ બેસ્ટ છે. તો આજે જાણી લો.

આવી સમસ્યા થાય છે

આ પ્રકારની ખાંસીમાં દર્દીને છાતી, માથું, પીઠ, પાંસળીઓ, છાતીનો દુખાવો તથા લમણામાં દુઃખાવો થાય છે. અવાજ બેસી જાય છે, ગળું અને મોં સૂકાય છે. ક્યારેક અંધારા આવે છે. ખાંસી સૂકી હોવાથી કફ નીકળતો નથી અને આથી દર્દી અત્યંત થાકી જાય છે.

ખાંસી સૂકી હોવાથી કફ નીકળતો નથી, જેથી સમસ્યા વધી જાય છે, કરો આ ઉપાય

આ ઉપાયો કરો

-થોડા-થોડા સમયે ગરમ પાણી પીતા રહો. એનાથી ગળું સૂકું થતું નથી અને ગળાને શેક પણ મળે છે.-10-15 તુલસીના પાન, 8-10 કાળી મરીની ચા બનાવીને પીવાથી ખાંસી, શરદી અને તાવ ઠીક થઈ જાય છે.

-પાકેલાં સફરજનનો રસ કાઢી દરરોજ પીવાથી ખાંસીથી રાહત મળે છે.

-મધ અને ત્રિફળાને સમાન માત્રામાં મિક્સ કરી પીવાથી ખાંસીથી છુટકારો મળી શકે છે.

-તુલસીના પાન, સિંધાલૂણ અને લવિંગને પાણીમાં ઉકાળીને આ પાણી ગાળીને પીવાથી ખાંસીથી છુટકારો મળે છે.

-1 ચમચી આદુનો રસ લઈ તેમાં થોડાં ટીપાં મધના મિક્સ કરીને ચાંટવાથી ફાયદો થાય છે.

-બે કપ પાણી લો. તેમાં લસણની ચારથી પાંચ કળીઓ નાખો. તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી એક કપ પાણી જ વધે. તેને ગાળી લો. તેને ઠંડુ પાડો અને પછી પી લો.

-પા ચમચી હળદરને ગરમ દૂધમાં નાખી તેને હલાવો. આ હળદરવાળું દૂધ દિવસમાં બે વાર પીવો. સતત પંદર દિવસ સુધી આ દૂધ પીવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો