ગુજરાતમાં મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર! થયો હજાર કરોડનો ગોટાળો, સરકારી બાબુઓએ કમાણીનું સાધન બનાવી દીધું

દીર્ઘદૃષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌથી મહત્ત્વકાંક્ષી યોજના એવી સૌની યોજનાને સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોએ કેવી રીતે કમાણીનું સાધન બનાવી દીધી છે આ યોજનાના આંકડા પરથી જ પ્રસ્થાપિત થાય છે. રાજ્ય સરકારે સૌની યોજનાના પેકેજ-૧ના પહેલાં ટેન્ડર રદ કરી પાછળથી તેના અંદાજમાં ૧૦ ટકા વધારો કરી અને સરેરાશ ૧૮ ટકા ટકા ઊંચા ભાવે ટેન્ડર મંજૂર કર્યા હતા. મૂળ અંદાજ સામે ૨૮ ટકા ઊંચા ભાવથી કામ અપાયા હતા જેથી સરકારની તિજોરી ઉપર સીધેસીધું રૂ.૧૨૪૦ કરોડનું નુકસાન થયું હતુ તો પહેલા પેકેજમાં આવેલા પહેલાં ટેન્ડરો મંજૂર કરાયા હોત તો સરકારી તિજોરીને અંદાજે રૂ.૧૧૨૮ કરોડ જેટલો ફાયદો થઇ શક્યો હોત તેવું સુત્રો જણાવે છે.

રાજ્ય સરકારના જળસંપતિ વિભાગે ૨૦૧૩ના ફેબ્રુઆરીમાં સૌની યોજનાના પેકેજ-૧ના રૂ.૫,૯૮૫.૦૩ કરોડના ટેન્ડરો મંજૂર કર્યા હતા પણ આ ટેન્ડરોની મંજૂરીમાં ખુલ્લેઆમ સરકારી તિજોરીમાં નુકસાન થયું હતું. જળસંપતિ વિભાગે સૌની યોજનાના પેકેજ-૧ના પ્રથમ વાર બહાર પાડેલા ૧૨ ટેન્ડરમાં કંપનીઓએ સરેરાશ ૧૦ ટકા ઊંચા ભાવે ટેન્ડર ભર્યા હતા. ટેન્ડરોમાં ૧૦ ટકા ઊંચા ભાવ ભરાયા તેવું કારણ આગળ ધરી આ ટેન્ડરો રદ કરાયા હતા પછી અચાનક જ પેકેજ-૧ના અંદાજિત ખર્ચનો અંદાજ બદલ્યો હતો જે મૂળ અંદાજ કરતાં ૧૦ ટકા વધુ હતુ એટલે કે, અંદાજ બદલીને રૂ.૫,૯૮૫ કરોડ કરવામાં આવ્યો હતો ફરી ટેન્ડર કરાયા હતા. અંદાજીત ખર્ચમાં ૧૦ ટકાના વધારા સાથે ફરી રિ-ટેન્ડર કરવામાં આવ્યા હતા. આ ટેન્ડરો સરેરાશ ૧૮ ટકા ઊંચા ભાવના આવ્યા હતા. રિ-ટેન્ડરની પ્રક્રિયામાં ‘એક બીડર કંપનીને બે ટેન્ડરો લાગી શકશે.’ તેવી ખાસ શરત ઉમેરી હતી. આમ, સૌની યોજનાના પેકેજ એકમાં જે પ્રથમવાર ટેન્ડર ૧૦ ટકાના ઊંચા ભાવે મંજૂર કરવાને બદલે રદ કરાયા હતા પછી ૧૦ ટકા અંદાજિત ખર્ચમાં વધારો કરીને પાછળથી સરેરાશ ૧૮ ટકા ઊંચા ભાવના ટેન્ડરો મંજૂર કરીને કામો અપાયા હતા જેથી સૌની યોજનાના પેકેજ-૧માં સરકારી તિજોરીને પ્રથમ મૂળ અંદાજની રકમના પ્રથમ ટેન્ડરોની સામે બીજી વાર રિ-ટેન્ડરના અંદાજિત ખર્ચ સામે ૨૮ ટકા વધુ રકમની ચુકવણી થઇ હતી.

સરકારે ટુ બીડ પદ્ધતિથી ટેન્ડર કરી તંદુરસ્ત સ્પર્ધાથી સરકારી તિજોરીના નાણાં બચાવવાના હોય છે પણ સૌની યોજનાના ટેન્ડરોમાં નાણાં વેડફવાનોનો ખેલ થયો હતો. સરકારે તા.૬-૨-૨૦૧૩ના રોજ રૂ.૧૦,૦૦૦ કરોડની સૌની યોજના જાહેર કરી હતી જેને ત્રણ પેકેજ એટલે કે, ત્રણ તબક્કામાં વહેંચવામાં આવી હતી જેનો આશય સૌરાષ્ટના વિસ્તારોમાં નર્મદાના પાણી પહોંચાડવાનો હતો જેના માટે જરૂરી પાઇપલાઇનું નેટવર્ક ઊભું કરવાનો હતો જેનાથી નર્મદા ડેમમાંથી આવતાં વધારાના પાણીને દરિયામાં વેડફવાને બદલે તેને સૌરાષ્ટ્રના તળાવો અને ડેમોમાં છોડી શકાય. આ યોજનાના પ્રથમ પેકેજમાં ભૂગર્ભ પાઇપલાઇન નેટવર્ક અને પમ્પિંગ સ્ટેશનો ઉભો કરવાના હતા. પ્રથમ પેકેજમાં ૧૨ ટેન્ડર કરાયા હતા. આમાં પણ પહેલાથી જ જે રીતરસમો અપનાવી હતી જેની પાછળનો સ્પષ્ટ સંકેત કંપનીઓને ફાયદો કરાવવાનો હતો પ્રથમ તબક્કાના પેકેજ-૧ના ટેન્ડર બહાર પાડયા હતા ત્યારે અંદાજિત ખર્ચ મંજૂર કરી ટેન્ડર બહાર પાડયા હતા જેમાં તમામ કંપનીઓએ ટેન્ડર ભર્યા હતા તે વેળાએ અંદાજિત ખર્ચની સામે ૧૦ ટકા ઊંચા ભાવના ટેન્ડર આવ્યા હતા જેથી સરકારી બાબુઓએ એવું અર્થઘટન કર્યું હતુ કે, ટેન્ડરની અંદાજિત રકમ સામે ૧૦ ટકા ઊંચા ભાવના ટેન્ડર મંજૂર કરવાથી સરકારી તિજોરી ઉપર ભારણ પડશે જેથી ટેન્ડરને રદ કરી દેવાયા હતા પછી ટેન્ડર રિ-ઇનવાઇટ કરતાં પહેલાં આૃર્યજનક રીતે નિિૃત કરેલા અંદાજમાં ફેરફાર કરી પહેલાં ટેન્ડરની અંદાજિત ખર્ચની રકમ હતી જેમાં ૧૦ ટકાની રકમ ઉમેરી દેવાઇ હતી પછી ટેન્ડર ફરી બહાર પાડયા હતા. સરકારે રૂ.૫૯૮૫ કરોડના ટેન્ડર બહાર પાડયા હતા જેની સામે રૂ.૭૧૧૩ કરોડના ટેન્ડર મંજૂર કરાયા હતા એટલે કે, સરેરાશ ખર્ચની સામે ૧૮થી ૨૧ ટકા ઊંચા ભાવના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા હતા. પ્રથમ પેકેજ-૧ના ટેન્ડરો ૧૦ ટકા ઊંચા ભાવ આવવાથી રદ કરી નાંખ્યા હતા તે જ બાબુઓએ ફરી વાર ટેન્ડર કરી અંદાજિત ખર્ચની સામે સરેરાશ ૧૮ ટકા ભાવના ઊંચા ટેન્ડર મંજૂર કર્યા હતા. ચોક્કસ કંપનીઓને ઊંચા ભાવે ટેન્ડર આપવાનો ખેલ હોવાનું સૂત્રો જણાવે છે.

સૌની યોજનાની ફેક્ટ ફાઇલ જુઓ

સૌની યોજનાનો કુલ ખર્ચ                        રૂ. ૧૦,૦૦૦ કરોડ

સૌની યોજના શરૂ થયા                   તા. ૦૬-૦૨-૨૦૧૩

પ્રથમ પેકેજની અંદાજિત ખર્ચ                રૂ. ૫૯૮૫.૦૩ કરોડ

પ્રથમ ટેન્ડર મંજુર કર્યા બાદ ખર્ચ       રૂ. ૭,૧૧૩.૫૫ કરોડ

પ્રથમ પેકેજમાં સ્પષ્ટ વધુ રકમ ગઇ    રૂ. ૧૧૨૮.૫૨ કરોડ

પ્રથમ પેકેજની સ્થિતિ                      ૧૦૦% કામ પૂર્ણ

સેકન્ડ પેકેજની સ્થિતિ                               કામ પૂર્ણતાના આરે

થર્ડ પેકેજની સ્થિતિ                                     બે વર્ષમાં પૂર્ણ થશે

છેલ્લા બે વર્ષમાં સરકારે કેટલો ખર્ચ કર્યો

વર્ષ ૨૦૧૭-૧૮માં : રૂ. ૧૯૩૧.૮૮ કરોડ

વર્ષ ૨૦૧૮-૧૯માં : રૂ. ૩૬૭૪.૦૭ કરોડ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો