‘રાફેલ કરતા પણ પાક વીમામાં થયું મોટું કૌભાંડ, પાલભાઈ આંબલિયાએ સમજાવ્યું ગણિત ’

પાક વીમા અંગે રાજ્ય સરકાર પર પ્રહાર કરવા કોંગ્રેસના અમિત ચાવડાની આગેવાનીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. આ કોન્ફરન્સમાં પાકવીમામાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત સાથે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે પાકવીમામાં ભ્રષ્ટાચારનો આરોપ મૂકતા જણાવ્યું કે, ખેડૂતોના પાકવીમામાં 25થી 50 હજાર કરોડના કૌભાંડ થયો છે. આ સિવાય પાલ આંબલિયાએ પાકવીમાનું ગણિત પણ પ્રેસ કોન્ફરન્સમાં સમજાવ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે રાજ્યના ખેડૂતોને 91.547 ટકા પાક વીમો મળવા પાત્ર છે જેમાંથી તેમને માત્ર 1.48 ટકા પાક વીમો મળે છે.

પાલ આંબલિયાએ પાક વીમાનું ગણિત સમજાવતા વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી પાક વીમા યોજના’ની કલમમાં સ્પષ્ટ જોગવાઇઓ છે. જેમાં એપમાં ઘણી વસ્તુઓ અપલોડ કરવામાં આવે છે. પરંતુ હાલ આ એપને બાજુ પર મુકી દેવામાં આવી છે. જો ખેતીનાં આંકડા તેમાંથી લેવામાં આવે તો સ્પષ્ટ આંકડા મળે પરંતુ એપને બાજુમાં મુકતા તેમાંથી કોઇ આંકડા સ્પષ્ટ થતા નથી. જેથી તાલુકા અને જિલ્લા કક્ષાનાં માધ્યમથી આંકડા મંગાવે છે અને તેમાં ઘણી જ ગેરરીતિઓ થાય છે.

કોંગ્રેસે આ કોન્ફરન્સમાં જણાવ્યું કે, વીમા કંપનીઓ ખેડૂતો સાથે ગોલમાલ કરે છે. પાક વીમામાં હેક્ટરદીઠ 61 હજારની ગોલમાલ થઈ હોવાનો આરોપ કોંગ્રેસ લગાવી રહી છે. જેના કારણે આખા રાજ્યમાં વીમા કંપનીઓએ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનું કોંગ્રેસ જણાવી રહી છે. કોંગ્રેસે કહ્યું કે, પાક વીમા પ્રક્રિયામાં પારદર્શિતા રખાતી નથી. આંકડામાં ફેરબદલ કરીને કૌભાંડ આચર્યું છે. આ પ્રક્રિયામાં RTI કરીએ તો પણ સાચી માહિતી મળે તેમ નથી.

કોંગ્રેસે તો વધુમાં જણાવ્યું કે, પાક વીમામાં રાફેલ કરતા પણ મોટું પાક વીમા કૌભાંડ થયું છે. ખેતીભવનના અધિકારીઓ આંકડાઓની ગોલમાલ કરીને પાક વીમા કંપનીઓને ફાયદા કરાવે છે. જેથી કોંગ્રેસે માંગણી કરી છે કે, સરકાર ખેડૂતોને AY અને TYના પત્રક આપે. વીમા કંપનીઓને મુખ્યમંત્રી – કૃષિમંત્રી છાવરી રહ્યા છે.

આંબલિયાએ વધુમાં જણાવ્યું કે, અમે એક આરટીઆઈ પણ કરી હતી, જેમાં અમને વિચિત્ર જવાબ મળ્યો હતો. દેશની અખંડીતતા દેશની સલામતી અને સાર્વભૌમિકતાને અસર કરે છે જેના કારણે આ પાક વીમાનો હિસાબ જાહેર કરવામાં આવતો નથી. જ્યાં ખેડૂતને 91.55 ટકા ખેડૂતોનો પાકો વીમો થતો હો ત્યાં તેને માત્ર 1.48 જાહેર કર્યો છે. જો આની ખબર ખેડૂતોને ખબર પડે તો કેવો હાલ થાય? જેથી અમે અમારી કાર પર સૂત્રો લખીને ગામે ગામે ફરીને લોકોને પાકવીમા અંગે સમજાવીએ છીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો