રાજકોટમાં કલેક્ટરની સહીવાળા 50-50 હજારના ચેકથી 8 પત્રકારોને લાંચ અપાયાનો આક્ષેપ

એકબાજુ ગુજરાતના સીએમ વિજય રૂપાણી ભ્રષ્ટાચારને ડામવા માટે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરે છે. પરંતુ ગુજરાતમાં એટલી હદે ભ્રષ્ટાચાર વકરી ચૂક્યો છે તેની એક વરવી વાસ્તવિકતાનો ચોંકાવનારો ઘટસ્ફોટ રાજકોટમાં થયો છે. CM ના પોતાના જ હોમટાઉન રાજકોટનાં કલેક્ટર રેમ્યા મોહને પ્રજાસત્તાક પર્વની ઉજવણીનાં ન્યુઝ કવરેજ માટે રાજકોટનાં 8 જેટલાં પત્રકારોને 50 હજાર રૂપિયાનાં ચેક આપ્યા હતા. આ ચોંકાવનારા ખુલાસા બાદ કોંગ્રેસે તંત્ર પર આકરાં પ્રહાર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી મુખ્યમંત્રી દ્વારા તેમના જ હોમ ટાઉન રાજકોટમાં દબદબાભેર કરવામાં આવી હતી. અને હવે અહીજ રાજકોટ કલેકટર દ્વારા પત્રકારોને 50 હજારનો ચેકનું વિતરણ કરતા સ્થાનીય રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં થઈ હતી. મીડિયામાં આ કાર્યક્રમના સારા પ્રચાર માટે 8 સ્થાનિક પત્રકારોને 50-50 હજારના કલેક્ટરની સહી વાળા ચેક અપાયા હોવા છતાં કલેક્ટર એવો દાવો કરી રહ્યા છે કે બધુ નિયમાનુસાર થયું છે.

કલેક્ટર રમ્યા મોહને અલગ અલગ સંસ્થા અને ઉદ્યોગપતિઓ પાસેથી એકઠા કરેલા ફંડમાંથી રાજકોટના 8 અખબારોના પત્રકારોને લાંચ પેટે રૂપિયા 50-50 હજારના ચેક આપીને કૌભાંડ આચર્યું છે. ઉજવણીને લઈને સારુ લખવા માટે પત્રકારોને ચેક અપાયા હોવાની વાતોના વમળ ઉડ્યા હતા. કલેક્ટર રમ્યા મોહનની સાઈન કરેલા ચેક વાયરલ થયા હતા.

ખુલ્લેઆમ શહેરના ફંડનો દુરુપયોગ

કલેક્ટરે શહેરના ફંડનો ખુલ્લેઆમ કર્યો દુરુપયોગ કર્યો છે. ખાનગી અખબારના એક પત્રકારે ચેક ન સ્વીકારતા મામલો સામે આવ્યો હતો. રાજકોટ દિવ્યભાસ્કરના પત્રકારને પણ ચેક મળ્યાનો દાવો કરી રહ્યા છે.  બરોબર પ્રચાર કરવા ચેક અપાયાનો પત્રકારનો દાવો

કલેક્ટર રેમ્યા મોહને કર્યો ખુલાસો

  • “પત્રકારોને અપાયેલા ચેક મામલે લાંચ શબ્દ વાપરવો તે ખોટું છે”
  • “ચેકથી ક્યારે પણ લાંચ અપાતી નથી”
  • “ઉજવણી માટે પબ્લિસિટીના કારણે ચેક અપાયા હતા”
  • “ઉજવણીને લઈને બેંકમાં એક ખાતું ખોલાવાયું હતું”
  • “પબ્લિસિટીને લઈને દાતાએ રૂપિયા આપ્યા હતા”
  • “પત્રકારોને અપાયેલા ચેક પ્રજાના પૈસા નથી”
  • “ચેક મામલે મીડિયામાં ખોટી દિશામાં ચર્ચા થઈ રહી છે”
  • “લોકભાગીદારી માટે અલગથી ખાતું ખોલવામાં આવ્યુ હતુ”
  • “આમાં કંઈ ખોટું થયું નથી બધુ જ ક્લીયર છેઃ”
  • “કોને કોને ચેક અપાયા તે  વિશે મને યાદ નથી”
  • “આ મામલે કોઈ ખુલાસો કરવાની વાત જ નથી”
  • “લોકોના હિત માટે ઉજવણી કરાઈ, તેની પબ્લિસિટી કરાઈ છે”
  • “સરકાર જવાબ માગશે, તો આ મામલે ખુલાસો કરાશે”

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો