સુરતમાં કોર્પોરેટરો લાંચ લેવામાં અવ્વલ, 5 વર્ષમાં 5 કોર્પોરેટર ACBના હાથે ઝડપાયા, જેમાં ભાજપના 3 અને કોંગ્રેસના 2 કોર્પોરેટર

સુરતમાં કોર્પોરેટરો લાંચ લેવામાં અવ્વલ છે. જેમાં 5 વર્ષમાં 5 કોર્પોરેટર લાંચ લેતા ઝડપાયા છે. તેમાથી ભાજપના 3 અને કોંગ્રેસના 2 કોર્પોરેટર છે. જેમાં ભાજપના મીના પટેલ, જયંતિ ભંડેરી, નેન્સી સુમરા તથા કોંગ્રેસના લીલા સોનવણે અને કપિલા પટેલ ઝડપાયા છે. કોંગ્રેસે કપિલા પટેલ સામે કાર્યવાહી કરી છે. પણ લાંચ કેસમાં ભાજપમાં કાર્યવાહીના નામે મીંડુ જોવા મળે છે.

ઉલ્લેખનિય છે કે સુરતમાં પાંચ વર્ષની એક જ ટર્મમાં 5 કોર્પોરેટરો લાંચ કેસમાં ઝડપાયા છે. આ લોકો લોકસેવાની આડમાં ગોરખધંધા કરી રહ્યાં હતા. જેમાં ભાજપના નેન્સી સુમરાએ વર્ષ 2018માં 75 હજારની લાંચ માંગી હતી. તેમજ ભાજપના મીના રાઠોડે વર્ષ 2018માં 5 લાખની લાંચ માંગી હતી. તથા ભાજપના જયંતિ ભંડેરીએ વર્ષ 2019માં 50 હજાર માંગ્યા હતા. અને કોંગ્રેસના લીલા સોનવણે વર્ષ 2019માં 15 હજારની જ્યારે કપિલા પટેલ દ્વારા 50 હજારની લાંચ માંગવાનો મામલો સામે આવ્યો છે.

જેમાં સુરત કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કપિલા પટેલનો વચેટિયો જાહેર બાંધકામ માટે 50 હજારની લાંચ લેતા ઝડપાયો છે, રાકેશ પટેલ નામનો વચેટિયો ઉધના વિસ્તારમાં બાંધકામ ચાલતું હોઈ તેના માટે રૂપિયા લેવા ઉધના દરવાજા એપલ હોસ્પિટલ ખાતે લેવા આવતા એ.સી.બી ના હાથે ઝડપાયો હતો. સમગ્ર મામલે રૂ 2.50 લાખની લાંચ માંગી હતી, જ્યારે 1 લાખમાં બધુ નક્કી થયું હતું.

પટાવત માટે સેટિંગ, અમે આકે જ્યારે વચેટિયો રૂપિયા લેવા માટે આવ્યો ત્યારે આબાદ એ.સી.બીના હાથમાં ઝડપાઇ ગયો હતો. આગવ પણ કોર્પોરેટર કપિલા અને તેના પતિ દ્વારા લાંચ માંગવામાં આવી હતી એવું સૂત્રો જણાવી રહ્યા છે. કપિલા પટેલ લાંચ નહીં આપતા સુરત મનપા કમિશનરને અરજી કરી હતી, લાંચથી કંટાળેલા ફરિયાદીએ એસીબીનો સહારો લીધો હતો, ફરિયાદી સાથે આગવ પણ મહિલા કોર્પોરેટરના પતિએ ઝગડો કરિયો હતો, હાલ સમગ્ર મામલે સુરત એસીબીની ટીમે કપિલા પટેલના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો