યુપીમાં PPE કિટ પહેરીને પુલ પરથી નદીમાં ફેંકી લાશ, વિડીયો વાયરલ થયા બાદ પોલીસે નોંધ્યો કેસ

ઉત્તર પ્રદેશના બલરામપુરનો એક હૃદય કંપાવનારો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં બે લોકો કોરોના દર્દીની લાશ નદીમાં ફેંકતા જોવા મળી રહ્યા છે. વિડીયોમાં બે લોકો જેઓ મૃતદેહને નદીમાં ફેંકી રહ્યા છે, તેમાથી એક જણાએ પીપીઈ કીટ પહેરી છે, જ્યારે બીજાએ કાળા કપડા પહેર્યા છે. વિડીયો વાયરલ થયા બાદ વહીવટીતંત્રના હાથ અને પગ ફુલી ગયા. કેસની તપાસ કર્યા બાદ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

PPE કીટ પહેરેલા વ્યક્તિ પર પડી નજર
મામલો બલરામપુરના સિસઇ ઘાટ નજીક પુલ પરનો છે. અહીં 29 મેના રોજ કેટલાક લોકો પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. વરસાદનો વિડિયો બનાવતા તે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. તે જ સમયે, લોકોની નજર પુલની ઉપર પી.પી.ઇ કીટ પહેરેલી એક વ્યક્તિની પર પડી ગઈ.
વહીવટી તંત્રે તપાસ હાથ ધરી

લોકોએ પોતાના વાહન રોક્યા અને તેનો વિડીયો બનાવવાનું શરૂ કર્યું. વિડીયોમાં બે શખ્સો શબને ઉપાડીને નદીમાં ફેંકી દે છે. એક વ્યક્તિએ પીપીઈ કીટ પહેરી છે. વિડીયો વાયરલ થયા બાદ આ કેસની તપાસ કરવામાં આવી હતી.

28 મેના રોજ દર્દીનું મોત નીપજ્યું હતું
સીએમઓ ડો. વી.બી.સિંહે જણાવ્યું હતું કે તપાસ બાદ જાણવા મળ્યું કે જેનો મૃતદેહ રાપ્તી નદીમાં ફેંકી દેવામાં આવી હતી તે પ્રેમનાથ મિશ્રા નામના દર્દીનો હતો. 25 મેના રોજ તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ કોરોના પોઝિટિવ હતા. સારવાર દરમિયાન પ્રેમનાથનું 28 મેના રોજ અવસાન થયું હતું.

ફરિયાદ નોંધવામાં આવી
ડો. વી.બી. સિંહે કહ્યું કે, કોવિડ પ્રોટોકોલ મુજબ પ્રેમનાથના શબને અંતિમ સંસ્કાર માટે સ્મશાન ગૃહ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પ્રેમનાથના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો અને ટીમ પરત ફરી હતી. બાદમાં અંતિમ સંસ્કાર કરવાને બદલે પ્રેમનાથના સંબંધીઓએ મૃતદેહ નદીમાં ફેંકી દીધો. આ કેસમાં આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં એક વ્યક્તિએ PPE કીટ પહેરી હતી, તેથી તેની ઓળખ થઈ શકી નથી. બીજા યુવકે તેના ચહેરા પર માસ્ક પણ નહોતું પહેર્યું. તેની ઓળખ ઘાટમાં કામ કરતા એક યુવક તરીકે થઈ હતી. તેના થકી તપાસ કરતાં ટીમ પ્રેમનાથના પરિવાર સુધી પહોંચી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો