ઈન્દોરમાં માનવતા મરી પરવારી: 87 વર્ષના વૃદ્ધના શબને ઉંદરોએ કોતરી નાખ્યું, એક લાખ જમા કરાવવામાં આવ્યા પછી જ હોસ્પિટલે બોડી આપી

ઈન્દોરમાં કોરોનાના દર્દીઓની સારવાર કરનાર વધુ એક હોસ્પિટલે સોમવારે માનવતાને નેવી મૂકી દીધી છે. અન્નપૂર્ણા વિસ્તારમાં આવેલી યૂનીક હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા દાખલ થયેલા 87 વર્ષના વ્યક્તિનું રવિવારે રાતે મોત થયું હતું. પરિવારના સભ્યોનો આરોપ છે કે હોસ્પિટલે શબને રાખવામાં બેદરકારી દાખવી છે. સમગ્ર બોડીને ઉંદરે કોતરી નાખી છે. પરિવારના સભ્યોને શબ ત્યારે સોંપવામાં આવ્યું, જ્યારે તેમણે એક લાખનું બિલ ચૂકવી દીધું. મામલો પ્રકાશમાં આવ્યા પછી કલેકટર મનીષ સિંહે મેજિસ્ટ્રીયલ તપાસના આદેશ આપ્યા છે. તપાસ એડીએમ અજય દેવ શર્મા કરશે.

ઈતવારિયા બજારના રહેવાસી નવીન ચંદ્ર જૈન(87 વર્ષ)ને શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે 17 સપ્ટેમ્બરે યૂનીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, તેમની કોવિડ વોર્ડમાં સારવાર ચાલી રહી હતી. રવિવારે રાતે લગભગ 3 વાગ્યે તેમના મોતના સમાચાર આપવામાં આવ્યા. કહેવામાં આવ્યું કે નિગમની ગાડી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જશે. જ્યારે પરિવારના સભ્યો બપોરે 12 વાગ્યે હોસ્પિટલ પહોંચ્યા તો શબને અલગ-અલગ જગ્યાએથી ઉંદરે કોતરેલું હતું. અમે જ્યારે મેનેજમેન્ટને આ અંગે વાત કરી તો તેમણે તેમનાથી ભૂલ થઈ હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો.

એક લાખનું બિલ ચૂકવ્યું, શબ પર ગંભીર ઘા હતા

પરિવારના સભ્ય પ્રાચી જૈનનું કહેવું છે કે જ્યારે અમે હોસ્પિટલ પહોંચ્યા તો એક લાખથી વધુનું બિલ થયું હોવાનું કહેવામાં આવ્યું. બિલ જમા કરાવવામાં આવ્યા પછી શબ આપવામાં આવ્યું. શબને જોયા પછી તો અમારા હોશ ઉડી ગયા. ચેહરા અને પગમાં પણ ઈજાના નિશાન હતા. હોસ્પિટલના મેનેજમેન્ટે શબને કોઈ એવી જગ્યા મૂકી દીધું જ્યાં ઉંદરે તેને કોતરી નાખ્યું. આંખે ગંભીર ઈજા થઈ હતી. ગુસ્સે થયેલા પરિવારના સભ્યોએ શબને હોસ્પિટલની બહાર મૂકીને હલ્લો કર્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સમજાવવાની કોશિશ કરી. જોકે ઘણો સમય વીતી ગયો હોવા છતાં પણ હોસ્પિટલ તરફથી કોઈ જવાબદાર આવ્યું ન હતું. જે પરિવારના સભ્યોને સમગ્ર માહિતી આપી શકે.

અમને મળવા દેવામાં ન આવ્યા, સાંજે સારી રીતે વાત કરી હતી
પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી અમને મળવા જવા દેવાયા નથી. રવિવારે સાંજે 4 વાગ્યે ફોન પર વાત થઈ ત્યારે તેમણે સારી રીતે વાત કરી હતી. રાતે સાડા 8 વાગ્યે હોસ્પિટલમાં અમને બોલાવવામાં આવ્યા અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું જણાવીને અમારી પાસે કાગળ પર સાઈન કરાવવામાં આવી. મોડી રાતે સાડા 3 વાગ્યે અમને જણાવવામાં આવ્યું કે તેમનું મૃત્યુ થઈ ગયું છે. જો તેઓએ કહી દીધું હોત તો અમે રાતે જ શબ લઈ જાત. હોસ્પિટલ વાળાઓએ આ રીતે બોડી શાં માટે મૂક્યું ? અમારી સાથે અન્યાય થયો છે.

ઈન્દોરમાં બે મામલાઓ અગાઉ પણ પ્રકાશમાં આવ્યા હતા

9 સપ્ટેમ્બરે એમવાયએચમાં એક કોરોનાના દર્દીનું મોત થયું હતું, જોકે પરિવારના સભ્યોને તેમના મોતની જાણ 10 દિવસ પછી થઈ. પરિવારને લાગતું રહ્યું કે દર્દીની સારવાર ચાલી રહી છે.

15 સપ્ટેમ્બરે એમવાયએચમાં સ્ટ્રેચર પર પડેલા શબમાંથી ગંધ મારવા લાગી હતી. જોકે કોઈને આ વાતથી ફરક પડ્યો ન હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો