વડોદરા: ટ્રાફિકના નવા નિયમો માત્ર સામાન્ય લોકો માટે, નેતાઓને પોલીસની ખુલ્લી છૂટ, જુઓ

વડોદરામાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમો નું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. પરંતુ ભાજપા અને કોંગ્રેસના વાહનચલકો કાયદાની એસી કી તેંસી કરીને વડોદરા મહાનગર સેવાસદનમાં વાહન સાથે આવતા નજરે પડ્યાં હતા જેનો વીડિયો હાલ વાઇરલ થયો છે. ટ્રાફિકના નવા નિયમ વડોદરા મહાનગર પાલિકાના ભાજપા અને કોંગ્રેસના કોર્પોરેટર અને અધિકારીઓને લાગુ ના પડતું હોય તેવું લાગી રહ્યું છે. ભાજપાના કોર્પોરેટર રમેશ પરમાર, નિલેશ રાઠોડ તેમજ કોંગ્રેસના કોર્પોરેટર હિમાંગીની કોલેકર, જયેશ રાઠવા વગર હેલ્મેટ વાહન હંકારી રહેલા નજરે પડ્યા હતા. સેવાસદનના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ જે વાહનમાં બેઠા હતા.

એક તરફ વડોદરામા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવામાંમાં આવી રહ્યું છે. ત્યારે આ નવો નિયમ વડોદરા મહાનગર પાલિકાના ભાજપા અને કોંગ્રેસના કોર્પોરેટર અને અધિકારીઓ ને લાગુ ના પડતા હોય તેવું લાગી રહ્યું છે. અથવા તો આ લોકો કાયદાને ઘોળીને પી ગયા છે અને બિંદાસ્ત વાહનો હંકારી રહ્યા છે.

ભાજપા અને કોંગ્રેસના વાહનો ચલકો કાયદાની એંસી કી તેંસી કરીને વડોદરા મહાનગર સેવાસદનમાં વાહન સાથે આવતા નજરે પડ્યાં હતા. એક તરફ ગુજરાતની ભાજપા સરકાર એક નવેમ્બરથી ટ્રાફિકના નવા નિયમોને અમલીકરણ બનાવ્યું છે. ત્યારે ભાજપા ના કોર્પોરેટર રમેશ પરમાર નિલેશ રાઠોડ તેમજ કોંગ્રેસના કોર્પોરેટર હિમાંગીની કોલેકર, જયેશ રાઠવા વગર હેલ્મેટ વાહન હંકારી રહેલા નજરે પડ્યા હતા.

જ્યારે સેવાસદનના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ જે વાહનમાં બેઠા હતા, તેના ચાલકે સીટ બેલ્ટ પહેર્યો ના હતો અને બિંદાસ વાહન સાથે સેવાસદનની કચેરીમાં આવ્યા હતા. ઉપરાંત સેવાસદનના અધિકારીઓ પણ કાયદાનુ ઉલ્લંઘન કરી વાહન હંકારતા નજરે પડ્યા હતા કાયદો બધાજ માટે સરખો છે. તો શું આ નેતાઓ અને અધિકારીઓને તે લાગુ પડતો નથી કે પછી આવા લોકોને કાયદાનો ડર નથી કે પોલીસના હાથ નેતાઓને જોતા ટુંકા પડી રહ્યા છે. પોલીસ સામાન્ય નાગરિકો પાસે તેમના વાહનોની પાછળ દોડી-દોડીને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ દંડ ભરાવે છે તો નેતાઓ સામે કેમ કાર્યવાહી કરતી નથી તે એક સવાલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો