ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના વધુ 14 કેસ, એકનું મોત, જમાતના વધુ 5 પોઝિટિવ, કુલ આંકડો 122 પર પહોંચી ગયો

કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, અમદાવાદમાં નવા 8 કેસ, ભાવનગરમાં 2, વડોદરામાં 1, છોટાઉદેપુર 1 અને સુરતમાં 2 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 122 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અત્યારસુધીમાં 11ના મોત નીપજ્યાં છે. છોટાઉદેપુરના પાવીજેતપુર અને બોડેલી ગામનો શખ્સ તબલીઘ જમાતની મરકજથી પરત આવ્યો હતો. બે દિવસ પહેલા બે શખ્સ સહિત 8 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી બોડેલીના શખ્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

રાજ્યમાં કુલ 122 પોઝિટિવ કેસમાંથી 72 લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. જિલ્લાવાર વિગત જાણીએ તો અમદાવાદમાં 53 પોઝિટિવ કેસ અને 5ના મોત, ગાંધીનગરમાં 13 પોઝિટિવ કેસ, સુરતમાં 15 પોઝિટિવ કેસ અને 2ના મોત, રાજકોટમાં 10 પોઝિટિવ કેસ, ભાવનગરમાં 11 પોઝિટિવ કેસ અને 2ના મોત, વડોદરામાં 10 પોઝિટિવ કેસ અને 1નું મોત, પોરબંદરમાં 3 અને ગીરસોમનાથમાં 2 પોઝિટિવ કેસ જ્યારે કચ્છ, મહેસાણા, પંચમહાલ,પાટણ અને છોટા ઉદેપુરમાં માં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે.કુલ 122 કેસમાંથી 33 વિદેશથી આવેલા, 17 આંતરરાજ્ય અને 72 લોકલ ટ્રાન્સમિશનના કેસ છે.

ગુજરાતમાં કુલ 122 પોઝિટિવ કેસ, 11ના મોત, 17 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 53 05 05
સુરત 15 01 03
ગાંધીનગર 13 00 02
ભાવનગર 11 02 00
રાજકોટ 10 00 03
વડોદરા 10 01 04
પોરબંદર 03 00 00
ગીર-સોમનાથ 02 00 00
કચ્છ 01 00 00
મહેસાણા 01 00 00
પંચમહાલ 01 01 00
પાટણ 01 00 00
છોટાઉદેપુર 01 01 00
કુલ આંકડો 122 10 17

મૃત્યુ પામનાર સુરતની મહિલાએ ડોક્ટરની સલાહ છતા એડમિટ થવાની ના પાડી હતી

અમદાવાદના વધેલા કેસોમાં નિઝામુદ્દીન કનેક્શન હોવાની મોટી શક્યતા છે. હોમ ક્વોરેન્ટાઈનમાં જ્યાં ઉલ્લંઘન થાય છે ત્યાં પોલીસ કડક હાથે પગલા લઈ રહી છે. જે પણ આવા વિસ્તારોમાં કે કોઈના કોન્ટેક્ટ અને આજુબાજુ કોઈને હાઈ તાવ, કે ખાંસી હોય તો તાત્કાલિક જાણ કરવી. સમય જેટલો વધુ લેશો, તેટલી બચાવવાની શક્યતા ઘટી જશે. સુરતના કેસમાં આવુ જ થયું. આજે મૃત્યુ પામનાર સુરતની મહિલાએ ડોક્ટરની સલાહ છતા એડમિટ થવાની ના પાડી હતી. જેથી સારવાર ન મળતા તેમનુ મોત નિપજ્યું હતું. ચેકિંગ માટે કર્ચમારીઓ આવે તો ખોટી માહિતી ન આપો. બીજા લોકોને સંક્રમણ ન થાય તે તમારી ફરજ છે.

તબલીઘ જમાતમાં ગયેલા વધુ સાત લોકોની ઓળખ થઇઃ રાજ્ય પોલીસવડા

નિજામુદ્દીન તબલીઘ જમાતની મરકજમાં ગુજરાતથી ગયેલા વઘુ સાત લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. ગઇકાલ સુધી 103 લોકોની ઓળખ કરવામાં આવી હતી. જેમાં એકનું મૃત્યુ થયું છે જ્યારે એકનો કોરોનો પોઝિટિવ ટેસ્ટ આવ્યો છે. સાત નવા લોકો સાથે તબલીઘ જમાતની મરકજમાં ગયેલી કુલ 110 લોકોની ઓળખ થઇ છે. નવા સાત લોકો નવસારીના હોવાનું રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છેકે લોકડાઉન બાદ નિજામુદ્દીન તબલીઘથી ગુજરાત પરત ફરેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા 10 લોકો વિરુદ્ધ ચાર ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં બોટાદમાં 2 અને નવસારી-ભાવનગરમાં 1-1 ગુના દાખલ કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો