ગુજરાતની પોલીસને સલામ: એકવાર જોઈ લો.. તમને કશું ના થાય એ માટે ગુજરાત પોલીસના જવાનો તડકામાં તપે છે, જાતે જમવાનું પણ બનાવે છે

આમ તો પોલીસને તમામ લોકો શંકા અને નકારાત્મક નજરથી જ જોતા હોય છે, પરંતુ પોલીસ સાચા અર્થમાં પ્રજાની રક્ષક છે તેવા અનેક દ્રશ્યો આ કપરા સમયમાં આખા રાજ્યમાં જોવા મળે છે. એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં લૉકડાઉન જાહેર કર્યું છે. આ સમયે રાજકોટથી 30 કિલોમીટર દૂર બામણબોર ચેકપોસ્ટ પર ખાખીની સેવાના કેટલાક આંખ ભીની કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

લૉકડાઉનનું યોગ્ય પાલન થાય અને લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે તે માટે પોલીસ દ્વારા 24 કલાક સતત ખડેપગે રહી ફરજ બજાવવામાં આવી રહી છે. શહેર ઉપરાંત હાઇવે ઉપર પણ સતત 24 કલાક પોલીસ ફરજ બજાવી રહી છે. રાજકોટ અમદાવાદ હાઇવે પર રાજકોટથી 30 કિલોમીટર દૂર બામણબોર ચેકપોસ્ટ ખાતે અનેક કરુણતા ભર્યા દ્રશ્યો જોવા મળે છે.

ચેકપોસ્ટ પર પોલીસ 24 કલાક 2 શિફ્ટમાં કામ કરે છે. જેમાં એક PSI સહિત SRP, હોમગાર્ડ , ટ્રાફિક બ્રિગેડ સહિત 25 લોકો ફરજ બજાવે છે. જે તમામ જાતે જમવાનું બનાવી જાતે જ જમે છે. તો સલામ છે ગુજરાતની આ ખાખીને. પોલીસ પોતે ફરજ પર રહી રાષ્ટ્રસેવા તો કરી રહી છે પરંતુ સાથે પોલીસ લોકોને માત્ર ઘરે રહી લોકડાઉનના નિયમનું પાલન કરવા અપીલ કરી રહી છે.

અમદાવાદમાં પણ પોલીસનાં કર્મચારીઓ દિવસ-રાત લોકડાઉનનું પાલન કરાવવા માટે રસ્તા પર ફરજ બજાવે છે. દેશસેવા માટે પોલીસ જવાનો ખડેપગે કામગીરી રહ્યા છે. તેવામાં તેઓને રસ્તા પર ભોજન લેવા માટે મજબૂર થવું પડ્યું છે. તડકામાં રોડની બાજુ પર ફૂડ પેકેટનું ભોજન આરોગવું પડી રહ્યું છે. અને આ ફક્ત તમારી અને આપણી સુરક્ષા માટે છે.

આ દ્રશ્યો જોઈ તમે કેટલા નસીબદાર હશો તે હવે સમજી જાઓ. કે તમને ઘરે બેઠાં પરિવાર સાથે ભોજન મળી રહ્યું છે. પોલીસકર્મીઓને કેટલીય વાર ભોજન પણ મળતું નથી. તો ક્યારેક ભુખ્યા પણ રહેવું પડે છે. તમે શાંતિથી ઘરમાં ભોજન કરો તે માટે તેઓ રસ્તા પર ભોજન આરોગી રહ્યા છે. તો અમારા તરફથી તમને એટલી જ વિનંતી છે પોલીસને સાથ સહકાર આપજો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો