કોરોના વાયરસ: માસ્ક અને સેનેટાઇઝરના MRP કરતાં વધુ પૈસા લે તો અહીં કરો ફરિયાદ
કોરોના વાયરસનો પ્રકોપ અને દહેશતની વચ્ચે લોકો તેનો ફાયદો ઉઠાવાની કોશિષ કરી રહ્યા છે. કેટલાંય દિવસથી સમાચાર આવી રહ્યા હતા કે માસ્ક અને સેનેટાઇઝરના ભાવમાં કેટલાંય ગણો વધારો થઇ ગયો છે. સાથો સાથ કાળાબજાર પણ શરૂ થઇ ગયા છે. એ પણ જાણવા મળ્યું કે માસ્ક (2 પ્લાઇ અને 3 પ્લાઇ સર્જીકલ માસ્ક, એન95 માસ્ક) અને હેન્ડ સેનેટાઇઝર અથવા તો બજારમાં મોટાભાગના વિક્રેતાઓ પાસે ઉપલબ્ધ પણ નથી. તેને જોતા સરકારે Essential Commodities Act, 1955ની યાદીમાં સંશોધન કરતાં આ વસ્તુઓને તારીખ 30 જૂન, 2020 સુધી આવશ્યક વસ્તુ અધિનિયમ, 1955ની અંતર્ગત આવશ્યક વસ્તુ તરીકે જાહેર કરવા માટે એક આદેશ રજૂ કરી દીધો છે.
સરકારે Legal Metrology Act અંતર્ગત એક એડવાઇઝરી પણ રજૂ કરી છે. Essential Commodities Actની અંતર્ગત રાજ્ય, વિનિર્માતાઓની સાથે વિચાર-વિમર્શ કરીને આ વસ્તુઓની ઉત્પાદન ક્ષમતા વધારવાનું, પુરવઠાની શ્રૃંખલાને સરળ બનાવા માટે કહી શકે છે જ્યારે લીગલ મેટ્રોલોજી એકટની અંતર્ગત રાજ્ય આ બંને વસ્તુઓની MRP પર વેચાણ સુનિશ્ચિત કરી શકે છે. આ બંને વસ્તુઓના સંબંધમાં રાજ્ય પોતાના શાસકીય રાજપત્રમાં હવે કેન્દ્રીય આદેશને અધિસૂચિત કરી શકે છે અને તેના માટે Essential Commodities Actની અંતર્ગત પોતાના પણ આદેશ રજૂ કરી શકે છે અને સંબંધિત રાજ્યોમાં પરિસ્થિત પ્રમાણે કાર્યવાહી કરી શકે છે.
તેની સાથે જ સરકારે એક નંબર અને કેટલાંય વેબ પોર્ટલ રજૂ કર્યા છે જેમાં આ વસ્તુઓની પ્રિન્ટ રેટ એટલે કે MRPથી વધુ વેચવા, કાળાબજાર, ભેળસેળની ફરિયાદ પણ કરી શકે છે.
અહીં ફોન કરીને ફરિયાદ કરો:
નેશનલ કન્ઝયુમર હેલ્પલાઇન નંબર: 1800-11-4000
વેબ પોર્ટલ પર કરો ફરિયાદ
www.consumerhelpline.gov.in,
www.consumeraffairs.nic.in, dsadmin-ca@nic.in
dirwm-ca@nic.in, secy.doca@gov.in
શું થશે સજા
Essential Commodities Actની અંતર્ગત જો કોઇ ઉલ્લંઘન કરે છે તો 7 વર્ષની સજા કે જેલ અથવા દંડ અથવા બંનેમાં દંડિત કરી શકે છે. તદઉપરાંત EC Act and PBMMSEC Act (Prevention of Blackmarketing and Maintenance of Supplies of Essential Commodities Act) 1980ની અંતર્ગત વધુમાં વધુ 6 મહિના માટે નજરકેદ કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

