સુરત માટે ચિંતાજનક સમાચાર, શાકભાજી વેચનારી બે મહિલાઓને કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં હડકંપ

અમદાવાદ અને વડોદરા બાદ હવે સુરતમાં કોરોનાના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યાં છે. ત્યારે સુરત શહેરમાં શાકભાજી વેચતી બે મહિલાઓને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બે મહિલાઓમાં વરાછાના એલ.એચ રોડ ખાતેના દીનદયાળ નગર ઝૂપડપટ્ટીમાં રહેતા આશાબેન પ્રતાપભાઈ અને મીનાબેન ગોરધનભાઈ બુડિયાનો સમાવેશ થાય છે. બંનેના ટેસ્ટ પોઝિટિવ આવતા તમામ શાકભાજી વેચનારા ફેરિયાઓનું મેડિકલ સ્ક્રીનિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતના મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે, આજે શાકભાજી વેચનારા બે વ્યક્તિઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા શહેરમાં શાકભાજી વેચતા તમામ લોકોનું સ્ક્રીનિંગ અને ટેસ્ટ કરવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

વધુ 38 કેસ સાથે સુરતમાં પોઝિટિવ દર્દીઓનો આંકડો 100ને પાર
સવારે 9 અને સાંજે વધુ 12 કેસો નોંધાતા સુરત શહેરના 136 અને સુરત જિલ્લાના 4 મળી કુલ કેસોનો આંકડો 140 પર પહોચ્યો છે. આમાં સુરત જિલ્લાના 4 કેસનો પણ સમાવેશ થાય છે.

કોરોના વોર્ડના ડૉક્ટરને પણ કોરોના

કોરોનાનું સંક્રમણ એટલું ઝડપથી ફેલાઈ રહ્યું છે કે હવે દર્દીઓની સારવાર કરતા ડૉક્ટર અને નર્સ પણ તેની ઝપેટમાં આવી રહ્યાં છે. ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડના ડૉક્ટર મયુર કલસરિયાને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કાલે સવારે અમદાવાદની LG હોસ્પિટલમાં કોરોનાના દર્દીના સંપર્કમાં આવતા 4 ડૉક્ટર અને એક નર્સનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોવિડ મહામારી પર નિયંત્રણ રાખવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં ટેસ્ટિંગ અને સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે.

સુરતના 5 વિસ્તારોમાં કરફ્યુ

સુરતના કોરોના હોટસ્પોટ વિસ્તારોમાં ગઈકાલે મધરાતથી 22 એપ્રિલ 2020 સુધી કરફ્યુ લાદવામાં આવ્યું છે. જેમાં કોરોના હોટસ્પોટ સલાબતપુરા, મહિધરપુરા, લાલગેટ, અઠવા અને લિંબાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં આવશ્યક સેવાઓને અસર ન પડે તે માટે બપોરે 1થી 4 દરમિયાન માત્ર મહિલાઓને છૂટછાટ આપવામાં આવી છે. પોલીસ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ જોખમ લઈને કામ કરી રહ્યાં છે ત્યારે લોકોએ પણ સમર્થન પોલીસે અપીલ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો