2 દિવસમાં 5 હોસ્પિટલના પગથિયા ચઢ્યા બાદ પણ કોરોના દર્દીનું મોત, હકીકત જાણી કંપારી છૂટી જશે

દિલ્હીના રહેવાસી 47 વર્ષના નરેન્દ્રભાઇને સામાન્ય તાવ આવ્યો હતો. પરિવારને અહેસાસ થયો કે કોરોનાનું એક લક્ષણ આ પણ છે. આથી મોડું કર્યા વગર હોસ્પિટલ પહોંચી ગયો. વ્યવસ્થા તો જુઓ બે દિવસ સુધી નરેન્દ્રના સંબંધીઓ તેને લઇ એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલના ચક્કર લગાવતા રહ્યા પરંતુ બેડ મળ્યો નહીં. આ બધાની વચ્ચે નરેન્દ્રભાઇનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો. સિસ્ટમે નરેન્દ્રભાઇને તેના હાલ પર છોડી દીધા. આખરે 3 જૂન 2020ના રોજ નરેન્દ્ર એ કોવિડ-19માં છેલ્લા શ્વાસ લીધા. કોવિડ-19ના દર્દીની દિલ્હીમાં શું સ્થિતિ છે તે દર્શાવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બે હોસ્પિટલોએ તો જોતા જ હાથ ઉંચા કરી દીધા

થોડાંક દિવસ પહેલાં નરેન્દ્રને તાવ આવ્યો હતો. તાવ ઉતરતો નહોતો અને ત્રણ-ચાર દિવસમાં શ્વાસ ચઢવા લાગ્યો. 1 જૂનના રોજ પહેલી વખત નરેન્દ્રને હોસ્પિટલ લઇ જવાયો. સૌથી પહેલાં તેમણે શાહદરામાં એક લોકલ હોસ્પિટલમાં દેખાડ્યું. કોરોનાની શંકા હતી પરંતુ હોસ્પિટલે કહ્યું કે તેમનો અહીં ટેસ્ટ થઇ શકશે નહીં. પછી નરેન્દ્રને કડકડડૂમામાં પુષ્પાંજલિ મેડિકલ સેન્ટરમાં લઇ ગયા. પરિવારના કહેવા મુજબ અહીં લક્ષણ ચેક કરાયા પરંતુ કોવિડ દર્દીઓને જોવાની અહીં કોઇ સગવડ પણ નહોતી. નરેન્દ્રના સાળા વિકાસના કહેવા પ્રમાણે પછી તે લોકો મેક્સ પટપડગંજ આવી ગયા. અહીંની સ્થિતિ તો વધુ ખરાબ હતી.

દાખલ કરવા માટે માંગ્યા 50000 રૂપિયા

વિકાસના કહેવા પ્રમાણે જ્યારે તેઓ મેક્સ પટપડગંજ પહોંચ્યા તો બેડ્સ જ ખાલી નહોતા. પરિવારના લોકો હોસ્પિટલ મેનેજમેન્ટ પાસે નરેન્દ્રને દાખલ કરવા માટે કહેતા રહ્યા. તેમની સ્થિતિ દરેક પળે ખરાબ થતી રહી હતી. આખરે હોસ્પિટલે માન્યું તો કહ્યું કે ઇમરજન્સી કેસ છે અને 50000 રૂપિયા પહેલાં જમા કરાવાનું કહ્યું. બીજો કોઇ રસ્તો નહોતો. અહીં નરેન્દ્રના કેટલાંય ટેસ્ટ થયા કોરાનોનો પણ થયો. 2 જૂનની સવારે 8 વાગ્યાની આસપાસ. આની પહેલાં સુધી હોસ્પિટલે કહ્યું કે નરેન્દ્રને સુગર વધી જાય છે, ફેફસાંમાં પાણી છે, કિડની પ્રોબ્લેમ છે. તેઓ ડાયલિસિસ કરવા માંગતા હતા પરંતુ વિકાસે ના પાડી દીધી.

રિપોર્ટ પોઝિટિવ આવતા તેવર બદલાયા

આખો દિવસ રાહ જોયા બાદ 3 જૂનના રોજ સવારે 9 વાગ્યે ખબર પડી કે નરેન્દ્ર કોવિડ-19 પોઝિટિવ છે. ત્યારબાદ તો હોસ્પિટલના તેવર બદલાઇ ગયા. એ કહીને સારવાર કરવાની ના પાડી દીધી કે કોવિડ-19 દર્દીઓ માટે બેડ નથી. પરિવારે ઉપાય પૂછયો તો રાજીવ ગાંધી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ રેફર કરી દીધા. બપોરે બે વાગ્યે નરેન્દ્રને લઇ ત્યાં પહોંચ્યા તો કહ્યું દર્દીની સ્થિતિ જોતા ICU બેડ લાગશે અને તે નથી. પછી GTB હોસ્પિટલ જવાનું કહી દીધું. બીજીબાજુ નરેન્દ્રની સ્થિતિ બદતર થતી રહી હતી.

ભાગમભાગમાં નરેન્દ્રનો જીવ જતો રહ્યો

એક કોરોના પેશન્ટને RGSSH થી GTB હોસ્પિટલ જવા માટે કોઇ ખાનગી એમ્બ્યુલન્સ તૈયાર નહોતી. સરકારી એમ્બ્યુલન્સ તો આવી રહી નહોતી. કોઇપણ રીતે વિકાસે એક ખાનગી હોસ્પિટલવાળાને મનાવ્યો અને સાંજે 5 વાગ્યે GTB પહોંચ્યા. પરિવાર નરેન્દ્રની સ્થઇતિને જોતા તેમને વેન્ટિલેટર પર રાખવાનું કહ્યું પરંતુ હોસ્પિટલે કહ્યું કે તેની જરૂર નથી, તબિયત બગડતી ગઇ અને સાંજે સાડા સાત વાગ્યે નરેન્દ્ર એ છેલ્લાં શ્વાસ લીધા. ત્યારબાદ બે કલાક સુધી કોઇ તેની લાશને મોર્ચ્યુરીમાં લઇ જવા આવ્યું નહીં. આવ્યું તો પણ એક સ્ટાફ એટેન્ડન્ટ જેમને પરિવારે મદદ કરવી પડી.

સંબંધીઓએ ફેસબુક પર ચેતવણી આપી

વિકાસે ફેસબુક પર એક પોસ્ટમાં બીજી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે તેમની બહેન અને તેમના ત્રણ બાળકોનો કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમણે લખ્યું કે મારા જીજાજી ડાયાબીટિસના દર્દી હતા પરંતુ હેલ્ધી હતા અને અમે માત્ર થોડાંક જ દિવસોમાં તેમને ગુમાવી દીધા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો