કોરોના સામે લડવા દુનિયાની નજર ભારતની આ દવા તરફ, 30 દિવસમાં કરશે 20 કરોડ ટેબ્લેટનું ઉત્પાદન

કોરોના વાયરસના કારણે આખી દુનિયા આજે એક ભય અને ડરના ઓથાર નીચે જીવી રહી છે. આ વાયરસના કારણે હજારો લોકોનું મૃત્યું થયું છે અને લાખો લોકો આ રોગથી પ્રભાવિત છે. દુનિયાની મહાસત્તા ગણતા અમેરિકા અને બ્રિટન જેવા દેશ પણ આ માહામારી સામે ઘુંટણીયે પડી ગયા છે. ત્યારે લગભગ તમામ દેશ ભારતની એક ગેમ ચેન્જર દવા તરફ મિટ માંડીને બેઠા છે. આ દવા એટલે હાઈડ્રોક્સીક્લોરોક્વીન જેના માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મદદ માગવાના નામે ભારતને ગર્ભીત ચેતવણી પણ આપી દીધી હતી. ભારતે હાલ સુધી આ દવાના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેને લઈને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે અમે ભારતને આ દવાના નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવા અને અમેરિકાને મદદ કરવા માટે માગણી કરીએ છીએ.

હાલ દુનિયામાં કોરોના વાયરસ સામે લડવા માટેની જેટલી પણ દવા અને ઉપાય ઉપલબ્ધ છે તેમાં મલેરિયાની આ દવાને ગેમ ચેન્જર તરીકે ગણાવાઈ છે. જોકે ભારતે ટ્રમ્પના નિવેદન બાદ હાઈડ્રોક્સીક્લોરોક્વીનના નિકાસ પરથી પ્રતિબંધ હટાવી લીધો છે. અમેરિકા જ નહીં આખી દુનિયા આ દવા માટે ભારત તરફ મીટ માંડી રહી છે. કેમ કે દુનિયામાં આ દવાના કુલ ઉત્પાદનમાંથી 70 ટકા દવા ભારતમાં બને છે. એક દાવા મુજબ એપ્રિલ 2019થી જાન્યુઆરી 2020 સુધીમાં ભારતે 1.22 બિલિયન અમેરિકન ડોલરના મૂલ્યની હાઈડ્રોક્સીક્લોરોક્વીન API એક્સપોર્ટ કરી છે.

તો ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સના મહાસચિવ સુદર્શન જૈને કહ્યું કે આખી દુનિયામાં ભારત હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાના 70 ટકા સપ્લાઈ કરે છે. તેમજ દાવો કરવામાં આવે છે કે ભારતમાં આ દવાના પ્રોડક્શનની કેપેસિટી ખૂબ જ પ્રભાવી છે. ભારત 30 દિવસમાં 40 ટન હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ રીતે 20 મિલી ગ્રામની 20 કરોડ ટેબ્લેટ્સ બનાવી શકાય છે.

જાણકારી અનુસાર આ દવાનો ઉપયોગ હ્યુમેટોયડ આર્થરાઇટિસ અને લુપુસ જેવી બીમારીઓ માટે પણ થાય છે. ભારત આ દવાનું પ્રોડક્શન હજુ પણ વધારી શકે છે. ભારતમાં આ દવાનું પ્રોડક્શન કરતી કંપનીઓમાં ઇપ્કા લેબોરેટ્રીઝ, ઝાયડસ કેડિલા અને વેલેસ ફાર્માસ્યુટિકલ સામેલ છે. ભારતના કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા હાલમાં જ ઝાયડસ કેડિલા અને ઇપ્કા લેબોરેટ્રીઝને હાઈડ્રોક્સીક્લોરોક્વીનની 10 કરોડ ટેબ્લેટ બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે.

અહેવાલનું માનવામાં આવે તો ભારત સરકાર હાલ એ બાબત જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કોરોના સામે લડવા માટે ભારતને પોતાને કેટલી ટેબ્લેટની જરુરિયાત પડશે. તેમજ અમેરિકાની માગણીને ધ્યાને રાખીને નિકાશ પરથી પ્રતિબંધ હટાવી દેવાયો છે. જેને ધ્યાને રાખીને ભારતે હાઈડ્રોક્સીક્લોરોક્વીનનું પ્રોડક્શન પણ વધારી દીધું છે.

તમણે જણાવી દઈએ કે હાઈડ્રોક્સીક્લોરોક્વીન અમેરિકા જેવા વિકસિત દેશોમાં નથી બનતી તેનું કારણ છે ત્યાં મલેરિયાનું નામોનિશાન નથી. જ્યારે આ દવા દુનિયાની સૌથી જૂની એન્ટિવાયરલ દવા પૈકી એક છે અને તેના કોઈ સાઈડ ઇફેક્ટ્સ પણ નથી. તેમજ આ દવા ખૂબ જ સસ્તામાં મળી રહે છે.

હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાનું કમ્પોઝિશન ક્લોરોક્વીન દવા જેવું જ છે. પરંતુ કોરોના બીમારીને લઈને આ દવા અને તેના રિએક્શન અંગે હજુ કોઈ પૂરતી જાણકારી વૈજ્ઞાનિકોને ન હોવાથી અનેક દેશોએ આ દવા પર પ્રતિબંધ મુકી દીધો છે. હા જ્યાં કોરોનાનું સંક્રમણ વધુ છે ત્યાં ક્લોરોક્વીનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો